રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 24-26 જાન્યુઆરી 2023 દરમિયાન ભારતની સરકારી મુલાકાતે છે. રાષ્ટ્રપતિ સીસી, જેઓ તેમની બીજી ભારત મુલાકાતે છે, તેઓ ભારતના 74મા પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ પણ હશે. PM નરેન્દ્ર મોદીએ ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે.
ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી દિલ્હી પહોંચ્યા. તેઓ ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. તેમની મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરશે. પીએમ મોદીએ ઇજિપ્તના રાષ્ટ્રપતિનું ભારત આગમન પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને બુધવારે તેમની સાથે યોજાનારી બેઠકને લઈને ઉત્સાહ પણ દર્શાવ્યો.
- Advertisement -
વડાપ્રધાન મોદીએ કર્યું ટ્વિટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું, “ભારતમાં હાર્દિક સ્વાગત છે, રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી. અમારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે મુખ્ય અતિથિ તરીકે તમારી ભારતની ઐતિહાસિક મુલાકાત એ તમામ ભારતીયો માટે ખૂબ જ ખુશીની વાત છે.”
#WATCH | Egyptian President Abdel Fattah El –Sisi arrives in Delhi. He will attend the #RepublicDayParade as the Chief Guest.
During his visit, he will also meet President Droupadi Murmu, Prime Minister Narendra Modi and EAM Dr S Jaishankar. pic.twitter.com/hH1q4eHHga
- Advertisement -
— ANI (@ANI) January 24, 2023
આજે વડાપ્રધાન મોદી સાથે યોજાશે બેઠક
ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ-સીસી આ દરમિયાન કૃષિ, ડિજિટલ ડોમેન અને વેપાર સહિત ઘણા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો વધારવા પર પણ વાતચીત કરશે. તેમના કાર્યક્રમ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીસી બુધવારે આ મુદ્દાઓ પર વાતચીત કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વાતચીત પછી બંને પક્ષોની વચ્ચે ઘણા ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત કરવા માટે અડધો ડઝન કરાર પર હસ્તાક્ષર થવાની આશા છે. ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ-સીસી સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે. તેમાં પાંચ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.
Warm welcome to India, President Abdel Fattah el-Sisi. Your historic visit to India as Chief Guest for our Republic Day celebrations is a matter of immense happiness for all Indians. Look forward to our discussions tomorrow. @AlsisiOfficial
— Narendra Modi (@narendramodi) January 24, 2023
રાષ્ટ્રપતિ ભવન ખાતે કરાશે સ્વાગત
પીએમ મોદી સાથે વાતચીત પહેલા બુધવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ-સીસીનું પરંપરાગત સ્વાગત કરવામાં આવશે. વિદેશ મંત્રી એસ જયશંકર પણ સીસી સાથે મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયે શનિવારે તેમની મુલાકાત પર પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ સિસીની આગામી મુલાકાતથી ભારત અને ઇજિપ્ત વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત અને ગાઢ થવાની અપેક્ષા છે.
ઇજિપ્તના રાષ્ટ્રપતિ પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ બનશે
ઇજિપ્તના રાષ્ટ્રપતિ 3જી ભારત-આફ્રિકા ફોરમ સમિટમાં ભાગ લેવા ઓક્ટોબર 2015માં ભારતની મુલાકાતે આવ્યા હતા. જો કે, આ પ્રથમ વખત છે જ્યારે ઇજિપ્તના રાષ્ટ્રપતિને ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઇજિપ્તની સેનાની ટુકડી પણ ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેશે.