ઉપરાંત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમો મુજબ કકઇની પ્રવેશ પ્રક્રિયા આગામી વર્ષથી સેન્ટ્રલાઈઝ કરવામાં આવશે તેવો નિર્ણય કરાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલની બેઠક મળી હતી. નવા સત્રથી અંડર ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ એકસાથે બે ડિગ્રી ભણી શકશે. આ ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સ્નાતક કોર્સ ચાર વર્ષનો અને અનુસ્નાતક કોર્સ એક વર્ષનો કરવા પણ નવા સત્ર વર્ષ 2023-24થી અમલી કરવામાં આવશે. આ ઉપરાંત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમોને આધીન એલએલબીની પ્રવેશ પ્રક્રિયા આગામી વર્ષથી સેન્ટ્રલાઈઝ કરવામાં આવશે તેવો નિર્ણય કરાયો છે. મિટિંગમાં જેમાં જોડાણ વિભાગની કુલ 175 અને એકેડેમિક વિભાગની કુલ 6 બાબતને રજૂ કરવામાં આવી.
- Advertisement -
કુલપતિ ડો. ગિરીશ ભીમાણીના અધ્યક્ષ સ્થાને એકેડેમિક કાઉન્સિલની મિટિંગ મળી હતી. ગઊઙ- 2020 અંતર્ગત પીએચ.ડી કરતા હોય તે સિવાયનાં વિદ્યાર્થીઓ એકસાથે બે જુદા જુદા અભ્યાસક્રમમાં જોડાઈ શકે તેનું અમલીકરણ કરવા માટેની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રપોઝ્ડ ઓર્ડિનન્સ તથા તેને આનુસંગિક એસઓપી મંજૂર કરવા માટે સિન્ડિકેટને ભલામણ કરવામાં આવી હતી.
નવા વર્ષમાં એડમિશન લેનારાને જ ચાર વર્ષનો નિયમ લાગૂ પડશે
આગામી વર્ષ 2023-24થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સ્નાતક ચાર વર્ષ અને અનુસ્નાતક એક વર્ષનો કરવા નિર્ણય કર્યો છે પરંતુ હાલ જે વિદ્યાર્થીઓ યુજી અને પીજીમાં અભ્યાસ કરી રહ્યા છે તેઓ પોતાનો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ ન કરી લે ત્યાં સુધી સ્નાતક કોર્સ ત્રણ વર્ષ અને ચાર વર્ષ બંને ચાલુ રાખવા પડશે. માત્ર જૂન-2023થી નવા સત્રમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓ જ ચાર વર્ષના સ્નાતક કોર્સમાં પ્રવેશ લઇ શકશે.