નગરપાલિકાઓને આત્મનિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગતિશીલ સરકારનો પ્રજા હિતકારી ઉમદા નિર્ણય
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને નગરપાલિકાઓના તમામ પ્રકારના બાકી વેરા ભરપાઈ કરવા માટે રાહત આપતા બે મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે જે જનહીતલક્ષી નિર્ણયોને આવકારતા રાજુ ધ્રુવે જણાવ્યું હતું કે, રાજ્યની કુલ જનસંખ્યાના આશરે 50 ટકા નાગરિકો નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓ માં વસે છે. ગુજરાતની ગતિશીલ ભાજપ સરકારે કરોડો લોકોના હિતમાં ઉમદા નિર્ણયો લીધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની તમામ વર્ગની નગરપાલિકાઓ પૂરતા નાણાં ભંડોળ અને નાણાંકીય વ્યવસ્થાપન દ્વારા આત્મનિર્ભર બને અને નગરોના કરદાતાઓને પણ કર ભરવામાં પ્રોત્સાહન મળે તેવા હેતુથી આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના જાહેર કરેલી છે. આ યોજના અનુસાર જે કરદાતાઓ તેમની મિલ્કત ઉપરના તા.31મી માર્ચ-ર0રર સુધીના કે તે પહેલાના માંગણા બિલના તમામ પ્રકારના વેરાની બાકી રકમ તા.31મી માર્ચ-ર0ર3 સુધીમાં ભરપાઇ કરે તેમને નોટિસ ફી, વ્યાજ પેન્લટી અને વોરંટ ફીની રકમ 100 ટકા માફ કરી દેવાશે.
રાજ્યની જનતાના લાભાર્થે સદાય કાર્યરત કર્મઠ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવો પણ નિર્ણય કર્યો છે કે, આગામી નાણાંકીય વર્ષ ર0ર3-ર4ની વેરાની રકમ તા.30 જૂન-ર0ર3 સુધીમાં એડવાન્સ ભરી દે તેવા કરદાતાઓને આ આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત 10 ટકા રિબેટ અપાશે. આવી વેરાની એડવાન્સ રકમ તા.30 જૂન-ર0ર3 સુધીમાં મોબાઇલ એપ્લીકેશન કે ઇ-નગર ઓનલાઇન પોર્ટલ દ્વારા ભરપાઇ કરે તેવા કરદાતાઓને વધારાનું પાંચ ટકા વળતર આપવામાં આવશે એટલે કે ઓનલાઇન એડવાન્સ ટેક્ષ ભરનારા નાગરિકોને કુલ મળીને 1પ ટકા રિબેટ વર્ષ ર0ર3-ર4ના ભરવાપાત્ર વેરાની રકમ તા.30 જૂન-ર0ર3 સુધીમાં એડવાન્સ ચુકવવા ઉપર મળશે. રાજુભાઈ ધુવે અંતમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આ જનહિતકારી નિર્ણયને પરિણામે રાજ્યના નગરજનોને ટેક્ષ ભરપાઇ કરવાનું તેમજ આગામી વર્ષનો એડવાન્સ ટેક્ષ ભરવાનું પ્રોત્સાહન અને પ્રેરણા મળતા થશે ઉપરાંત ઓનલાઇન ટેક્ષ ટ્રાન્ઝેકશન્સને પણ પ્રેરક બળ મળશે. મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયોને પરિણામે નગરપાલિકાઓ પણ આર્થિક રીતે વધુ મજબૂત થશે. હાલમાં જ ગુજરાતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મેળવ્યા બાદ રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકાર સાથે કદમથી કદમ મિલાવીને વિકાસપથ પર અગ્રેસર છે, ગુજરાત પ્રગતિના સોપાન સર કરી વિકાસની નવીનવી ઊંચાઈઓને આંબી રહ્યું છે એવું રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવ્યું હતું.


