ગયા મહિને જ્યારે કતરમાં અર્જેન્ટીનાના ‘ફીફા વિશ્વકપ’ને પોતાના નામ પર ઔતિહાસિક જીત મળી તો સેલિબ્રેશનના તમામ વીડિયો અને ફોટો વાયરલ થયા હતા.
સોશિયલ મીડિયા પર ફૂટબોલ પ્લેયર લિયોનેલ મેસીની શાનદાર તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીરની ખાસિયત એ છે કે તેને 124 એકડ ખેતરમાં મક્કાઈની ખેતીથી તૈયાર કરવામાં આવી છે. હકીકતે આખી દુનિયામાં 35 વર્ષીય લિયોનેલ મેસીના ફેન્સ છે. જ્યારે ગયા મહિને કતરમાં અર્જેન્ટીનાના ‘ફીફા વિશ્વકપ’ને પોતાના નામ પર ઔતિહાસિક જીત મળી તો સેલિબ્રેશનના તમામ વીડિયો અને ફોટો વાયરલ થયા હતા.
- Advertisement -
હવે મેસીના એક ફેને તેના જીતની ખુશીમાં જે કર્યું છે તે જોઈને ઈન્ટરનેટ યુઝર તે ખેડૂતોને લિયોનેલ મેસીનો જબરા ફેન ગણાવી રહ્યા છે.
આ રીતે બનાવી મક્કાઈના ખેતરમાં મેસીની તસવીર
રિપોર્ટ અનુસાર, અર્જેન્ટીનાના સેન્ટ્રલ કોર્ડોબા પ્રાંતના એક ખેડૂતે FIFA વિશ્વકપ જીતવાની ખુશી કંઈક અલગ જ અંદાજમાં સેલિબ્રેટ કરી છે. તેણે પોતાના 124 એકડના ખેતરમાં પાકની એક મોટી તસવીર બનાવી.
હકીકતે પાકની આ તસવીર માટે એક એલ્ગોરિધમનો ઉપયોગ કર્યો છે. જેમાં ખેડૂતોને મક્કાઈની વાવણી કંઈક એવી રીતે કરી હકી કે પાક વધવા પર લિયોનેલ મેસીની તસવીર દેખાય.
- Advertisement -
An Argentinian farmer has cultivated a 50-hectare image of Lionel Messi!
The image is visible from space after the man has planted a specially designed cornfield. 😳🇦🇷🐐
Genius. 💫
📸 Reuters pic.twitter.com/Jv7UhzRg43
— Football Tweet ⚽ (@Football__Tweet) January 18, 2023
‘સ્વર્ગથી જોવા મળ્યો મેસીનો ચહેરો..’
આ તસવીરોને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવી રહી છે. ટ્વીટર પર @Football__Tweet નામના યુઝરે આ ફોટો પોસ્ટ કર્યો છે. જેના પર હજારો યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. આ યુઝરે લખ્યું છે કે હવે મેસીને સ્વર્ગથી પણ જોઈ શકાશે. અમુક યુઝર્સે લખ્યું છે – મેસીના ચાહકોની કમી નથી. તમારે શું કહેવું છે? કમેન્ટમાં લખો…
જણાવી દઈએ કે 20 નવેમ્બર 2022થી 18 ડિસેમ્બર 2022 સુધી કતરમાં FIFA વર્લ્ડ કપ રમવામાં આવ્યો હતો. 18 ડિસેમ્બરે ફાઈનલ મેચમાં અર્જેન્ટીનાએ પેનલ્ટી શૂટઆઉટ વખતે ફ્રાંસને હરાવીને જીત હાસિલ કરી હતી. તેની સાથે જ એર્જેન્ટીના FIFA વિશ્વકપ 2022ની ચેમ્પિયન બની ગઈ. આ દક્ષિણ અમેરિકી તેની સાથે જ આ મક્કાઈના ઉત્પાદનમાં પણ વિશ્વભરમાં ત્રીજા સ્થાન પર છે.