સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન આડ ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે રાજકીય પક્ષોનાં ઉમેદવારો રીઝવવા માટે જાત જાતનાં પ્રયાસ કરી રહ્યા છે. આજે કતારગામ વિસ્તારનાં ઉમેદવારો ઘોડા અને બળદ ગાડા પર પ્રચાર માટે નીકળ્યાં હતાં. જે જોઈ લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારોને જવા માટે રાજકીય પક્ષોનાં ઉમેદવારો જાત જાત નાં પ્રયાસો કરી રહ્યાં છે. ગઈકાલે કતારગામ નાં ચૂંટણી કાર્યાલય પર જાહેરમાં બળદગાડા અને ઘોડા પર પ્રચાર માટે ઉમેદવારો નીકળ્યા હતાં. પ્રચાર માટે નીકળેલા ઉમેદવારો એ જણાવ્યું હતું કે અમે ખેડૂતના પુત્ર છે અને આ વિસ્તારમાં પણ ખેડૂતોની સંખ્યા હોવાથી અમે પરંપરાગત રીતે બળદગાડામાં અને ઘોડા પર પ્રચાર કરવા માટે નીકળ્યાં હતાં. ખેડૂતોનું સમર્થન હોવાના દાવા સાથે પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. ત્યારબાદ આ ઉમેદવારો કેટલાક વિસ્તારોમાં ઘોડા પર પણ પ્રચાર માટે ફર્યા હતાં. ઉમેદવારો મતદારોને રિઝવવા માટે જાત જાતનાં પ્રચાર માટેનાં પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ મતદારો કેટલા મત આપે છે તે તો ચૂંટણીનાં પરિણામ બાદ જ ખબર પડશે.
ક્રિશાંગ ગાંજાવાલા
સુરત