ઉદ્યોગકારોનો પ્રશ્ન રજુ કર્યા અને મંત્રીએ નવા ઉદ્યોગ માટે પ્રયત્નશીલ ખાતરી
ખાસ-ખબર સંવાદદાતા
ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની સાથે રહી ગાંધીનગર ખાતે ઉધોગ મંત્રી બળવંત સિંહ રાજપૂતની મુલાકાત કરી જૂનાગઢ વિસ્તારના ઔધોગિક વિકાસની રૂપરેખા તૈયાર કરી હતી તથા જૂનાગઢ ના ઉદ્યોગકારોના પ્રશ્નો રજુ કર્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી સંજયભાઇ પુરોહિતે જૂનાગઢમાં એગ્રોઝોન, જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક, ફ્રૂટ્સ માટે રેડિયેશન પ્રોસેસ પ્લાન્ટ, ડી હાઈડ્રેસન પ્લાન્ટ વગેરે માટે રાજ્ય સરકારની મદદથી વિકાસની રૂપરેખા રજુ કરી હતી અને ધારાસભ્ય સંજયભાઈએ ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંકલનમાં રહી નવા નવા ઉધોગ ડેવલપ કરવા સતત પ્રયત્નશિલ રહેવા ખાતરી આપી હતી. આ મિટીંગ માં ચેમ્બર ના સહમંત્રી મહેશ ભાઇ દેસાઈ, ૠઈંઉઈ-2ના પ્રમુખ ભરતભાઈ સિરોયા, મંત્રી ચંદ્રેશભાઇ ખૂંટ, રાજાણી ગ્રુપના ડાયરેક્ટર ભાવેશ ભાઇ રાજાણી, ડાયમંડ એસોસિયેશનના ડી.કે. ઝાલાવાડીયા હાજર રહ્યા હતા.
જૂનાગઢ ધારાસભ્ય, ચેમ્બર ઓફ કોમર્સએ ઉધોગ મંત્રી સાથે મુલાકાત
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/01/10-24.jpg)