10 લાખ વ્યાજે આપેલા નાણાના વ્યાજખોરે 17 લાખ ઉઘરાવવા પઠાણી ઉઘરાણી કરી
કુલ 10 વ્યાજખોર વિરુદ્ધ ગુના નોંધાયા: પોલીસકર્મી દ્વારા 289 નાના ધંધાર્થીઓને વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા પ્રોત્સાહન આપ્યું
- Advertisement -
રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનમાં લોકદરબાર યોજાયો હતો. વ્યાજંકવાદ સામે ચાલતી ઝૂંબેશ અંતર્ગત 10 અરજદારો સામે આવ્યા હતા. વધુ એક કિસ્સામાં નવા થોરાળામાં રહીને ભંગારનો ધંધો કરતા અજયભાઇ નાથાભાઇ રાઠોડ નામના યુવાને માતાની સારવાર માટે અને ધંધા માટે દોઢ વર્ષ પૂર્વે ચુનારાવાડના હીરા મચ્છા ભરવાડ નામના વ્યાજખોર પાસેથી કટકે- કટકે કુલ રૂ.10.50 લાખ આઠ ટકાના વ્યાજે લીધા હતા. દરમિયાન ધંધો સરખો નહિ ચાલતા વ્યાજખોરને રકમ ચૂકવી શકતા ન હતા. જેથી વ્યાજખોરે વ્યાજ સહિત રૂ.17 લાખ ચૂકવવા માટે પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી.
25 હજારનાના સવા લાખ આપ્યા છતા વધુ 45 હજારની માંગ
ઉદ્યોગનગર-9માં રહેતા વિશાલ બટુકભાઇ મકવાણાએ કુબલિયાપરામાં રહેતા સુરેશ બાદલ સોલંકી નામના વ્યાજખોર પાસેથી 25 હજાર વ્યાજે લીધા હતા. જેના 1.25 લાખ ચૂકવી દેવા છતાં તે હજુ વધુ 45 હજારની માગણી કરી ધમકી આપે છે. તેમજ જો રૂપિયા ન આપતો મકાનના દસ્તાવેજ પોતાને નામ કરી દેવા દબાણ કરતો હોવાની થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
1.5 લાખનું વ્યાજ ચૂકવ્યા બાદ પેનલ્ટીના 7 લાખની પઠાણી ઉઘરાણી
નવા થોરાળા મેઇન રોડ પર રહેતા અજય નાથાભાઇ રાઠોડ નામના ભંગારના ધંધાર્થીએ બિપીન ગોહેલ અને તેના પુત્ર વિશાલ નામના વ્યાજખોર પાસેથી દોઢ લાખ લીધા હતા. જેનું વ્યાજ રૂ.1.35 લાખ અને મુદલ રૂ.1.50 લાખ ચૂકવી દીધા હતા. તેમ છતાં પિતા-પુત્ર પેનલ્ટીના રૂ.7 લાખ વધુ પડાવવા માટે પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપતો હોવાની ફરિયાદ નોંધાવી છે.
- Advertisement -