જૂનાગઢમાં લુખાઓને નથી પોલીસનો ડર
પોલીસ પર હુમલાથી આમ નાગરિકનું શું ઉઠતા સવાલો
- Advertisement -
પોલીસ કોન્સ્ટેબલને છરી મારનાર લૂખો સોહીલ શેખ ફરાર
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પોલીસની ધાક ઓસરતી હોઈ તેવા બનાવો સામે આવી રહ્યા છે જૂનાગઢ બી.ડિવિઝન પોલીસ માં ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ ઉદય સિંહ બાવાભાઈ સિસોદીયાને હાથના ભાગે લૂખાતત્વ એ છરી મારી આરોપી સોહીલ શેખ ફરાર થઈ ગયો હતો અને પોલીસે આરોપી શોધખોળ શરુ કરી છે. પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢ શહેરના બી.ડિવિઝન વિસ્તારમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ઉદય સિંહ બાવાભાઈ સિસોદીયા બસ સ્ટેન્ડ નજીક સંજરી પાન પાસે ફરજ બજાવતા હતા ત્યારે રાત્રીના સમયે નાઈટ પેટ્રોલીંગ હોઈ ત્યારે બી.ડિવિઝન થી થોડે આગળ હતા ત્યારે સોહીલ શેખ રે.જૂનાગઢ વાળો પોલીસ કોન્સ્ટેબલની બાઈક આડે ઉતરી ગયો હતો અને તું મને ઓળખે છે હું કોણ છું એમ કહીને લુખ્ખી દાદાગીરી કરી હતી એ સમયે ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ ઉદય સિંહ બાવાભાઈ સિસોદીયાએ હું પોલીસ માં છું અને ફરજ પર છું તેવી વાત કહી હતી ત્યારે સોહીલ શેખ લુંખાએ આ મારો વિસ્તાર છે મારી સામે જોતા પેહલા વિચારજે એમ કહીને ગાળો ભાંડી હતી અને ત્યાર બાદ નેફા માંથી છરી કાઢીને જેમ ફાવે તેમ ફેરવી હતી અને ત્યાર બાદ પોલીસ કોન્સ્ટેબલ ઉદયસિંહ સિસોદીયા ને હાથના ભાગમાં છરીનો એક ઘા જીકી દેતા હાથના ભાગે ઇજા થવા પામી હતી આ બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને અને અન્ય પોલીસ કર્મી ફરજ પર હતા તે ભેગા થઇ જતા સોહીલ શેખ ફરાર થઇ ગયો હતો.
બી.ડિવિઝન પોલીસ કર્મીને છરી વાગતા તેને જૂનાગઢ સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવેલ અને છરી મારનાર સોહીલ શેખ સામે ફરજ રુકાવટ અને પોલીસ ને છરી મારનાર સામે બી.ડિવિઝન પોલીસમાં ગુનોહ નોંધવામાં આવ્યો હતો અને પોલીસે ફરાર આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. થોડા દિવસ અગાઉ બીલખા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર હુમલો કરી ફરજમાં રુકાવટની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે બીજો બનાવ સામે આવતા જૂનાગઢ પોલીસની આવારા તત્વો અને લુખ્ખા તત્વો સામે ધાક ઓસરી ગઈ હોઈ તેવું જોવા મળી રહ્યું છે જયારે જૂનાગઢ શહેરની પોલીસ સલામતના હોઈ તો આમ નાગરિકની હાલત શું તેવા સવાલો લોકોમાંથી ઉઠી રહ્યા છે.
- Advertisement -
ફરજ પરના એસટી કર્મીને માર માર્યો
જૂનાગઢમાં લુખ્ખાઓ બેફામ બન્યા હોઈ તેમ પોલીસ કોન્સ્ટેબલ છરી મારવાની ઘટના પગેલ બીજી એક ઘટના સામે આવી હતી જેમાં એસટીમાં ફરજ બજાવતા સુરેશભાઈ પાંચાભાઈ રાઠોડ ઉ.વ.40 નોકરી જી.એસ.આર.ટી.સી.એસ.ટી.રહે વેરાવળ તેઓ જૂનાગઢ બસ સ્ટેન્ડ નજીક ફરજ પર હતા ત્યારે ગુલામ રસુલ મેહબુબખાન બલોચ રહે.સુખનાથ જુનાગઢ વાળા એ એસ.ટી .વિભાગના કર્મીને રોકી ભુંડી ગાળો કાઢી એક મુક્કો જમણા હાથના કાંડામા મારી દઈ કાયદેશરની ફરજમા રૂકાવટ કરી ગુન્હો કરતા બી.ડિવિઝન પોલીસ માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
કયારે લુખ્ખા તત્વો સામે પોલીસ દંડો ઉગામશે
જૂનાગઢ શહેરમાં દિન પ્રતિ દિન લુખ્ખા તત્વો બેફામ બની રહ્યાછે જેમાં પોલીસ કર્મી પણ સલામત નથી ત્યારે આવા લુખ્ખા તત્વો સામે ક્યારે પોલીસ દંડો ઉગામશે અને કયારે પોલીસની ભાષામાં પાઠ ભણાવશે તેવા સવાલો આમ લોકોમાંથી અવાજ ઉઠવા પામ્યો છે.