-કોલેજિયમ દ્વારા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટના જજોની નિમણૂક કરવામાં આવે
સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર વચ્ચે કોલેજિયમ દ્વારા ન્યાયાધીશોની નિમણૂકને લઈને મતભેદ યથાવત છે. આ દરમ્યાન હવે સૂત્રો મુજબ કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ CJI DY ચંદ્રચુડને પત્ર લખીને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના કોલેજિયમમાં સરકારના પ્રતિનિધિઓને સામેલ કરવાનું સૂચન કર્યું છે. આ સાથે ન્યાયાધીશોની નિમણૂકની બંધારણીય પ્રક્રિયામાં સરકારના પ્રતિનિધિને સામેલ કરવા પણ સૂચન કર્યું હતું.
- Advertisement -
કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ લખેલા પત્રમાં SC કૉલેજિયમમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ અને HC કૉલેજિયમમાં સંબંધિત રાજ્ય સરકારોના પ્રતિનિધિઓને સામેલ કરવાનું સૂચન પણ સામેલ છે. સૂત્રોનું કહેવું છે કે, પત્રમાં એવું કહેવામાં આવ્યું હતું કે, પારદર્શિતા અને જાહેર જવાબદારીના સંચાર માટે તે જરૂરી છે.
Centre wants to restructure judges' collegium system; Union Law Minister writes to CJI
Read @ANI Story | https://t.co/A20GNXHUH0#CJI #CJIChandrachud #KirenRijiju #SupremeCourt pic.twitter.com/JehnkcPgab
- Advertisement -
— ANI Digital (@ani_digital) January 16, 2023
સૂત્રોના જણાવ્યા અનુસાર, કાયદા પ્રધાન કિરેન રિજિજુએ CJI DY ચંદ્રચુડને લખેલો પત્ર બંધારણીય અધિકારીઓની ટીકાના સિલસિલામાં નવીનતમ છે. જ્યારે આ પત્ર વિશે પૂછવામાં આવ્યું ત્યારે કાયદા પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે, આ માત્ર એક ફોલો-અપ લેટર છે જે અગાઉ CJIને લખવામાં આવ્યો હતો. આ માટે રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક આયોગ અધિનિયમને રદ્દ કરનાર સુપ્રીમ કોર્ટની બેન્ચે પણ એવું જ કહ્યું હતું. બંધારણીય બેન્ચે કોલેજિયમ સિસ્ટમના MOPનું પુનર્ગઠન કરવાનો નિર્દેશ આપ્યો હતો.
મહતવનું છે કે, ઉપરાષ્ટ્રપતિ અને લોકસભાના અધ્યક્ષે પણ તાજેતરમાં સુપ્રીમ કોર્ટ પર વારંવાર વિધાનસભાના અધિકારક્ષેત્રનું અતિક્રમણ કરવાનો આરોપ લગાવ્યો છે. કોલેજિયમ સિસ્ટમમાં પારદર્શિતા અને જવાબદારીના અભાવ અંગે જાહેરમાં બોલ્યા બાદ કેન્દ્રીય કાયદા મંત્રીએ પત્રમાં આ સૂચનો આપ્યા છે.
શું છે કોલેજીયમ સિસ્ટમ ?
ન્યાયાધીશોની નિમણૂક કોલેજિયમ દ્વારા કરવામાં આવે છે. કોલેજિયમ એ 25 વર્ષ જૂની સિસ્ટમ છે જેના દ્વારા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટના જજોની નિમણૂક કરવામાં આવે છે. વર્તમાન કોલેજિયમમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ એસ કે કૌલ, કેએમ જોસેફ, એમ.આર. શાહ, અજય રસ્તોગી અને સંજીવ ખન્ના સામેલ છે.