મેગા સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ જ નહીં પરંતુ કમાણીના મામલે પણ બાદશાહ બની ગયા છે. દુનિયાના 5 સૌથી અમીર એક્ટરની લિસ્ટમાં કિંગ ખાનનું નામ સામેલ થઈ ગયું છે.
બોલિવૂડના મેગા સુપરસ્ટાર શાહરૂખ ખાનની દમદાર એક્ટિંગના લોકો ફેન છે. શાહરૂખની જબરદસ્ત ફેન ફોલોઈંગ ભારત ઉપરાંત વિદેશમાં પણ જોવા મળે છે. જો ઈન્ડસ્ટ્રીના ટોપ સુપરસ્ટાર્સની વાત કરીએ તો કિંગ ખાનનું નામ ટોપમાં સામેલ છે. એક્ટિંગની સાથે સાથે શાહરૂખ કમાણી મામલે પણ બાદશાહ છે.
- Advertisement -
આવી સ્થિતિમાં હવે સમાચાર આવી રહ્યા છે કે શાહરૂખ ખાન વિશ્વના સૌથી અમીર એક્ટર્સની લિસ્ટમાં ટોપ 5માં સામેલ થઈ ગયો છે. આ મામલે શાહરૂખે હોલીવુડના ઘણા દિગ્ગજ સેલેબ્સને પાછળ છોડી દીધા છે.
View this post on Instagram- Advertisement -
રિયલ લાઈફમાં ‘રઈસ’ છે શાહરૂખ ખાન
રીલ લાઈફમાં ફિલ્મ ‘રઈસ’ દ્વારા ફેંસનું દિલ જીતનાર શાહરૂખ ખાન હવે રિયલ લાઈફમાં પણ રઈસીની બાબતમાં આગળ નીકળી ગયો છે. હકીકતે વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે તાજેતરમાં તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર વિશ્વના 8 સૌથી અમીર એક્ટર્સની યાદી શેર કરી છે. આ યાદી અનુસાર શાહરૂખ ખાન હિન્દી સિનેમાના એકમાત્ર કલાકાર છે જે આ યાદીમાં ચોથા નંબર પર છે.
આ ટ્વીટની માહિતી અનુસાર, શાહરૂખની કુલ સંપત્તિ 770 મિલિયન ડોલર છે, જેની કિંમત ભારતીય રૂપિયા અનુસાર 6 હજાર 300 કરોડથી વધુ હશે. આવી સ્થિતિમાં હવે કિંગ ખાનના નામે વધુ એક મોટી સફળતા નોંધાઈ છે.
View this post on Instagram
આ હોલિવુડ સેલેબ્સથી આગળ નિકળી ગયા શાહરૂખ
વિશ્વના સૌથી અમીર અભિનેતાના મામલામાં શાહરૂખ ખાને હોલીવુડના દિગ્ગજ કલાકાર ટોમ ક્રૂઝને 620 મિલિયન ડોલર (5090 કરોડ), જેકી ચેન 520 મિલિયન ડોલર (4200 કરોડ), જ્યોર્જ ક્લુની 500 મિલિયન ડોલર (4100 કરોડ) અને રોબર્ટ ડી નીરો 500 મિલિયન ડોલર (4100 કરોડ) પાછળ છોડી દીધા છે. જ્યારે કિંગ ખાનથી આગળ, ઇંગ્લિશ એક્ટર જેરી સેનફેલ્ડ 1 બિલિયન ડોલર (8200 કરોડ), ટાયલર પેરી 1 બિલિયન ડોલર (8200 કરોડ) અને ડ્વેન જોન્સન 800 મિલિયન ડોલર (6500 કરોડ) છે.