ચૂંટણી પંચે મતદાનની ઉંમર અને ચૂંટણી લડવાની લઘુત્તમ ઉંમર વચ્ચે સમાનતા લાવવા સામે વાંધો ઉઠાવ્યો
મતદાર બનવું અલગ બાબત: ધારાગૃહોમાં સભ્યોની જવાબદારી વિશેષ હોય છે
- Advertisement -
દેશમાં મતદાર બનવા અને ચૂંટણી લડવા માટેની લઘુતમ ઉમર મર્યાદામાં સમાનતા લાવવાના પ્રસ્તાવ પર ચૂંટણી પંચે અસંમતી વ્યક્ત કરી છે. સંસદીય પેનલ દ્વારા આ માટે એક પ્રસ્તાવ તૈયાર કરાયો હતો જેની સમક્ષ રજુઆત સમયે ચૂંટણી પંચના પ્રતિનિધિએ જણાવ્યું કે મતદાર માટેની લઘુતમ આયુ અને ચૂંટણી લડવા માટેની લઘુતમ આયુ મર્યાદા એક સમાન કે તેમાં સમાનતા લાવવાનું તર્ક સંગત નથી.
સંસદીય પેનલે લોકસભા-રાજયસભા અને ધારાસભાઓ માટે ચૂંટણી લડવાથી હાલની જે લઘુતમ ઉમર મર્યાદા છે તેમાં સુધારાની ભલામણ કરી છે. સંસદીય સમીતીએ લોકસભા અને ધારાસભા ચૂંટણી લડવા માટે હાલ જે લઘુતમ 25 વર્ષની ઉમર આવશ્યક છે તે ઘટાડી 21 વર્ષ કરવાની ભલામણ કરી છે. જયારે રાજયસભા કે રાજયની વિધાન પરિષદ માટેની ચૂંટણી લડવાની ઉમર મર્યાદા 30માંથી ઘટાડીને 25 વર્ષ કરવાની દરખાસ્ત કરી છે.
વાસ્તવમાં આ પ્રકારનું સૂચન 1998માં પણ આવ્યું હતું અને દેશની બંધારણ સભામાં પણ તે મુદો ચર્ચાયો હતો. પણ બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરે મતદાર બનવું અને લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ બનવું તેમાં અંતર દર્શાવતા કહ્યું કે જે લોકો થોડું ઉચ્ચ શિક્ષણ મેળવેલું હોય અને ચોકકસ પ્રકારનું જ્ઞાન ધરાવતા હોય અને ખાસ કરીને દેશ-દુનિયાની ઘટનાઓ અંગે પણ માહિતી હોય તેજ ધારાગૃહમાં આવવા જોઈએ.
- Advertisement -
ચૂંટણીપંચે પણ માન્યું કે ધારાગૃહોમાં બેસવું, કાનૂન, નિયમો નીતિમાં બનાવવી એ સૌથી જવાબદારીનું કામ છે તેથી હાલ જે લઘુતમ ઉમર મર્યાદામાં બદલવાની આવશ્યકતા નથી. ચૂંટણીપંચ સંસદીય પેનલ સમક્ષ દેશમાં મતદાનની ટકાવારી વધે અને વધુને વધુ લોકો ચૂંટણી પર્વમાં સામેલ થાય તેના પર વિચરવા રાજકીય પક્ષોને અનુરોધ કર્યો હતો.