– ઉત્તરી ઓસ્ટ્રેલીયામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા: ડાર્વિનમાં સતત 4 મિનિટ ધરા ધ્રુજી
ઈન્ડોનેશીયામાં ગઈકાલે સોમવારે રાત્રે 7.7 ની તીવ્રતાનો ભૂકંપનો જોરદાર ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ જોરદાર ભૂકંપના આંચકાને પગલે સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે. આ ભુકંપ એટલો તો તેજ હતો કે તેના ઝટકા ઓસ્ટ્રેલીયાના ઉતરી ભાગમાં અનુભવાયા હતા. જોકે ઓસ્ટ્રેલીયામાં સુનામીનો ખતરો નથી.
- Advertisement -
આ અંગેની વિગત મુજબ ઈન્ડોનેશીયામાં ગઈકાલે રાત્રે જોરદાર ભૂકંપનો આંચકો આવ્યો હતો.જેની તીવ્રતા 7.7 માપવામાં આવી હતી. ભૂકંપ એટલો તીવ્ર હતો કે ડાર્વીન સહીત ઓસ્ટ્રેલીયાનાં ઉતરી ભાગમાં પણ તેના ઝટકા અનુભવાયા હતા.
ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશીયામાં હંમેશા જોરદાર ભૂકંપ આવતા રહે છે, જે ઘણી વાર ભયાનક સુનામીને ટ્રીગર કરતા રહે છે. યુરોપીય મેડિટેરીનિયન સીસ્મોલોજીકલ સેન્ટર (ઈએમએસસી)એ જણાવ્યું હતું કે ભૂકંપ ઈન્ડોનેશીયાનાં તનિંબર ક્ષેત્રમાં આવ્યો હતો.
ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 97 કિલોમીટર ઉંડે હતું. ભૂકંપ સોમવારે મધરાત્રે 3.17 વાગ્યે આવ્યો હતો. કેટલાંક રિપોર્ટ અનુસાર ડાર્વીનમાં ચાર મીનીટ સુધી ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.