યાત્રાધામ શામળાજી માં આવતા યાત્રિકો માટે સારા સમાચાર શામળાજી માં આવેલા ઈતિહાસીક પૌરાણિક સ્થળોની ઈ – રીક્ષા દ્વારા નિઃશુલ્ક મુલાકાત લઈ શકશે.
શામળાજીના” છાંયડો ” સેવા ટ્રસ્ટ દ્વારા શામળાજી ખાતે આવેલા પૌરાણિક સ્મારકો,કલા અને સંસ્કૃતિના જતન અને રક્ષણનું કામ કરવામાં આવી રહ્યું છે.શામળાજી ખાતે આવેલ સુપ્રસિધ્ધ વિષ્ણુ મંદિર,મ્યુઝિયમ,વિશ્રામધામ-નાગધરા કુંડ,પ્રાચીન વાવ,મેશ્વો ડેમ,શ્યામલવન,રાજા હરિશ્ચંદ્રની ચોરી જેવા અનેક જોવા લાયક સ્થળો આવેલા છે ત્યારે “છાંયડો” સેવા ટ્રસ્ટ, શામળાજી દ્વારા અહીં આવતા યાત્રિકો માટે ઈ – રીક્ષા દ્વારા શામળાજી દર્શન ટ્રીપનો પ્રારંભ શામળાજી ખાખ ચોક અખાડાના મહામંડલેશ્વર મહંત હરિકિશોર દાસજી મહારાજ,હસમુખભાઇ, નીલાબેન મોડિયા,તેમજ ટ્રસ્ટના સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
- Advertisement -
શામળાજી દર્શન ટ્રીપ દ્વારા શામળાજી ખાતે આવતા યાત્રિકોને શામળાજીમાં આવેલાં જોવાલાયક સ્થળોની નિઃશુલ્ક મુલાકાતતો લઈજ શકશે સાથે સાથે ગાઈડની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.ત્યારે “છાંયડો” સેવા ટ્રસ્ટ દ્વારા ચાલુ કરવામાં આવેલી શામળાજી દર્શન ટ્રીપથી યાત્રીકોમાં આનંદની લાગણી ફેલાઇ છે.
જગદીશ સોલંકી અરવલ્લી.


