ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરતુ તંત્ર જૂનાગઢ શહેર તેમજ કેશોદમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીનું વેંચાણ કરતા બજારોમાં ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં દુકાનમાં ચાઇનીઝ ચોરીનું વેચાણ કરતા ર4 હજારનો ચાઇનીઝ ચોરીનો જથ્થો ઝડપાયો હતો. જે મતલબની ફરિયાદ એ-ડીવીઝનમાં નોંધાઇ હતી. જયારે કેશોદ પોલીસે શહેરનાં આંબાવાડી વિસ્તારમાંથી એક મકાનમાં ચાઇનીઝ દોરીની 58 રીલ જેની કિંમત રૂા.17400નો જથ્થો ઝડપાયો હતો. આ મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં હાજર ન મળી આવનાર સુમીન જેરામ રામાણી અને જેતપુરનાં વિવેક મશરૂ સામે ફરિયાદ નોંધાવી હતી અને જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
જૂનાગઢમાં 23 હજારનો ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો
