કારખાનેદારનું મોત
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ શહેરના પ્રમુખસ્વામી નગરમાં એક યુવાન પોતાના ઘરે પિસ્તોલ સાફ કરી રહ્યો હતો તે દરમિયાન ફાયરિંગ થઈ જતા તેમને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર માટે અમદાવાદ પહોંચે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું જેથી કરીને મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને હળવદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ હળવદ શહેરના પ્રમુખસ્વામી નગરમાં રહેતા અને બંસીધર ઓઈલમીલના માલિક લક્ષ્મણભાઈ ગોવિંદભાઈ વરુ પોતાની પિસ્તોલ સાફ કરી રહ્યાં હતા તે દરમિયાન ફાયરિંગ થઈ જતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લક્ષ્મણભાઈને અમદાવાદ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી રહ્યાં હતા ત્યારે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતુ જેથી કરીને તેમના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડીને હળવદ પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.