ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપા દ્વારા રસ્તા પર રખડતાં અને અડચણરૂપ પશુઓની પકડ ઝુંબેશ શહેરમાં વેગવંતી બનાવવામાં આવી છે ત્યારે ક્યાંક માલધારીઓ સાથે પણ મનપાના કર્મચારીઓને રકઝક થાય છે છતાં પણ મનપા દ્વારા કડક હાથે ઢોર પકડ કામગીરી અવિરત ચાલુ રાખીને 264 પશુઓને પકડવામાં આવ્યા છે.
રાજકોટ મનપાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતાં અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે ત્યારે ગત અઠવાડિયામાં શહેરના વિવિધ વિસ્તારો સહકાર મેઈન રોડ, નંદા હોલ, બાલાજી પાર્ક, શિવરંજની પાર્ક, કોઠારીયા મેઈન રોડ, કોઠારીયા સોલવન્ટ, શિતળાધાર, હરિદ્વાર પાર્ક, વૃંદાવન પાર્ક, સોલવન્ટ મેઈન રોડ, વૃંદાવન સોસાયટી, હરિદ્વાર સોસાયટી, રસુલપરા મેઈન રોડ, વાવડી મેઈન રોડ તથા આજુબાજુમાંથી 40 પશુઓ, પાટીદાર ચોક, રૈયાધાર, શાસ્ત્રીનગર પાછળ, હવેલી મેઈન રોડ તથા આજુબાજુમાંથી 27 પશુઓ, ચુનારાવાડ, ભગવતીપરા મેઈન રોડ, ચુનારાવાડ શાક માર્કેટ, ભાવનગર રોડ, બેડીપરા, આજી જીઆઈડીસી તથા આજુબાજુ 18 પશુઓ, કટારીયા ચોકડી, મુંજકા ગામ મેઈન રોડ, પચ્ચીસ વારીયા કવાટર્સ, અવધ રોડ, મોટા મવા પુલ પાસે, કાલાવડ રોડ તથા આજુબાજુમાંથી 20 પશુઓ, અનમોલ પાર્ક, પ્રદ્યુમન પાર્ક મેઈન રોડ, મેંગો માર્કેટ, શિવમનગર કો. સોસાયટી, મંચ્છાનગર, ખટારા સ્ટેન્ડ પાસે, શિવનગર, ચામુંડા સોસાયટી, શ્રીરામ સોસાયટી, નરસિંહનગર, નવાગામ, આવાસ યોજના, પેડક રોડ તથા આજુબાજુમાંથી 37 પશુઓ, જાગનાથ પ્લોટ, જંકશન પ્લોટ, ભોમેશ્ર્વર, જાગનાથ પ્લોટ મેઈન રોડ, પોપટપરા, રેલનગર, હંસરાજનગર, રૂખડીયાપરા રવેચીનગર સર્વિસ રોડ, વાવડી ગામ તથા આજુબાજુમાંથી 15 પશુઓ તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 264 પશુઓ પકડવામાં આવેલ છે.