ખાસ-ખબર સંવાદદાતા
વિશ્વ સુપ્રસિદ્ધ પ્રવાસન યાત્રાધામ સોમનાથ મંદિર ખાતે ગત 2022નાં ડિસેમ્બર માસ માં 5,98,418 ભાવિકોએ દેવાધિદેવ ભોળાનાથ સમક્ષ શીશ ઝુકાવી ભાવવિભોર થયા હતા. સોમનાથ ખાતે વર્ષ 2021નાં ડિસેમ્બર માસ માં 4.32 લાખ ભાવિકોએ સોમનાથ મહાદેવ નાં દર્શન કર્યા હતા. આ વર્ષે તા. 25થી 31 દરમિયાન નાતાલનાં દિવસોમાં સોમનાથનાં આંગણે 2,03,754 શ્રદ્ધાળુઓએ સોમનાથ યાત્રાધામની મુલાકાત લીધી હતી. વર્ષભરમાં સોમનાથ મંદિર સાનિંધ્યે એક કરોડ જેટલા ભાવિકો આવતા હોઈ છે પણ પ્રાથમિક અહેવાલ મુજબ વર્ષ 2021 અને 2022 માં લગભગ 55 લાખ જેટલા ભાવિકો આવ્યા હોઈ તેવું પ્રાથમિક અનુમાન છે.