26 જાન્યુઆરીએ રાજપથ ખાતે વડાપ્રધાન સામે પર્ફોમન્સ કરશે
ખાસ-ખબર સંવાદદાતા
દિવ ની ટીમ રાયઝિંગ સ્ટાર ડાંસ ગ્રુપની ટીમ સ્ટેટ લેવલ અમદાવાદ બાદ વેસ્ટ ઝોનલ લેવલ ઉદયપુર અને 20મી ડિસેમ્બર નાં રોજ દિલ્હી ખાતે નેશનલ લેવલ પર કોમ્પીટીશન માં વિજેતા બનતા જેમાં 170 થી પણ વધુ કોમ્પીટીટર હતા. જે વંદે ભારતમ 2023 ભારત સરકાર દ્વારા કોમ્પીટીશન યોજાઈ હતી. ખૂબ જ ગૌરવની વાત છે કે, કેન્દ્રશાસિત પ્રદેશ દિવ ની ટીમ રાયઝિંગ સ્ટાર 26મી જાન્યુઆરી 2023નાદિવસે રાજપથ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સમક્ષ પર્ફોર્મ કરવા માટે પસંદગી પામી છે. તેથી ગઈકાલે રાઈઝીંગ સ્ટાર ટીમ દિલ્હી ખાતે જવા રવાના થઈ છે. આ ટીમમાં ભાગ લેનાર તરીકે ટીંકેશ હસમુખલાલ બામણીયા, ફૈઝાન કાદરભાઈ કુરેશી, ઈશાન પ્રવીણભાઈ, શિવાંશુ સુરેશ, કુનાલ સંજયભાઈ, ઉત્તમ સંજયભાઈ, રિંકેશ દિલીપ બારીયા, મિરલ કરસન મળી ટીમ રાયઝિંગ સ્ટારનાં આ 8 યુવાનો દ્વારા જબરદસ્ત ડાન્સ પરફોર્મન્સ રજૂ કરી 26મી જાન્યુઆરી 2023ના દિવસે રાજપથ દિલ્હી ખાતે વડાપ્રધાન અને સમગ્ર દેશ સમક્ષ પોતાની નૃત્ય કલા પ્રસ્તુત કરવાનો અનેરો અવસર પ્રાપ્ત કર્યો છે.