વિશ્વના સૌથી ધનવાન એવા ટેસ્લાના માલિક એલન મસ્ક પાસેથી સૌથી અમીર વ્યક્તિનો ખિતાબ છીનવાઈ ચૂક્યો છે અને તેમના નામે એક અનોખો રેકોર્ડ બન્યો છે. વિશ્વના ઇતિહાસમાં એલન મસ્ક પ્રથમ એવી વ્યક્તિ છે જેઓએ પોતાની 200 અબજ ડોલરની સંપતિ ગુમાવી દીધી છે.
એક યા બીજા કારણોસર કાયમી ધોરણે ચર્ચામાં રહેતા એલન મસ્ક દુનિયાના ઇતિહાસમાં એવા બીજા વ્યક્તિ હતા જેઓએ 200 અબજ ડોલરની વ્યક્તિગત સંપતિ એકત્રિત કરી હતી. જાન્યુઆરી-2021માં તેઓએ આ સિધ્ધિ હાંસલ કરી હતી પરંતુ ત્યારબાદ સૌથી વધુ સંપતિ ગુમાવનારા લોકોની યાદીમાં તેઓ ટોચ પર પહોંચી ગયા છે.
- Advertisement -
એલન મસ્કે ગત વર્ષે 44 અબજ ડોલરમાં ટિવટરની ખરીદી કરી હતી. ત્યારબાદ ટેસ્લાના શેરોમાં મોટો કડાકો સર્જાયો હતો. બ્લુમબર્ગ બિલીયોનર્સ ઇન્ડેક્સના દાવા પ્રમાણે ટેસ્લાનો શેર 11 ટકા સુધી તૂટ્યો હતો.
મસ્કે એપ્રિલથી અત્યાર સુધીમાં 23 અબજ ડોલરના ટેસ્લાના શેર વેચ્યા હતા અને એવું અનુમાન છે કે આ નાણાનું રોકાણ ટિવટરમાં કરવામાં આવ્યું હતું. મસ્કની સંપતિ ઘટીને 137 અબજ ડોલરની રહી ગઇ છે. 4 નવેમ્બર, 2021ના રોજ તેઓની સંપતિ 340 અબજ ડોલર હતી.