કાશ્મીરમાં અવાર નવાર ટાર્ગેટ કિલિંગની ઘટના સામે આવતી હોય છે ત્યારે ફરી ફાયરિંગમાં ચાર લોકોના મૃત્યુની ઘટના સામે આવી છે.
કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગ?
કાશ્મીરના રાજૌરીમાં ફરીવાર આતંકવાદી ઘટના બાદ હડકંપ મચ્યો છે, કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી આતંકવાદીઓ ટાર્ગેટ કિલિંગ કરી રહ્યા છે જેના કારણે ભયનો માહોલ છે. રવિવારે સાંજે સાત વાગ્યાની આસપાસ આતંકીઓના અંધાધૂંધ ફાયરિંગમાં ચાર લોકોના મૃત્યુ થયા છે જ્યારે છ લોકો ઘાયલ છે. આતંકવાદીઓએ જાણી જોઈને મંદિર પાસેના ત્રણ ઘરોને જ નિશાને લીધા હતા.
- Advertisement -
J-K: 3 killed, 7 injured in firing incident in Rajouri's Dangri
Read @ANI Story | https://t.co/VDW9O1STlx#JammuAndKashmir #Dangri #Rajouri #Rajourifiring #Dangrifiring pic.twitter.com/381rl7q2d7
— ANI Digital (@ani_digital) January 1, 2023
- Advertisement -
બે ઘાયલોને જમ્મૂ લઈ જવામાં આવ્યા
ઘટનાના સાક્ષીએ મીડિયા સાથે વાતચીતમાં એમ પણ દાવો કર્યો છે કે આધાર કાર્ડ જોયા બાદ ત્રણેય ઘરમાં ફાયરિંગ કરવામાં આવી છે, જેમાં પ્રીતમ શર્મા, તેમના પુત્ર આશિષ કુમાર, દિપક કુમાર અને શીતલ કુમારનું મૃત્યુ થયું છે. કુલ 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જેમાંથી બે લોકોને એરલીફ્ટ કરીને જમ્મૂમાં સારવાર આપવામાં આવી છે. આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવા માટે સેનાએ સર્ચ ઓપરેસન શરૂ કરી દીધું છે.
Jammu and Kashmir | Visuals from Rajouri's upper Dangri village where 4 civilians were killed by terrorists yesterday pic.twitter.com/gcGYx6mjlk
— ANI (@ANI) January 2, 2023