ભારત જોડો યાત્રાને લઈને રાહુલ ગાંધીએ શનિવારે ફરી એક વાર પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં તેમણે ભાજપને ગુરુ ગણાવ્યાં હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભારત જોડો યાત્રા અત્યાર સુધી સફળ રહી છે, અપેક્ષા કરતા વધુ સિદ્ધિ હાંસલ કરી છે. “શરૂઆતમાં, તે ફક્ત એક યાત્રા જેવી લાગતી હતી પરંતુ પછીથી મને સમજાયું કે તે એક જીવંત વસ્તુ છે. તેમાં એક લાગણી છે.
- Advertisement -
ભાજપે શું શીખવાડ્યું- રાહુલે કર્યો ખુલાસો
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસના નેતાઓને પોતાના ગુરુ ગણાવ્યા હતા. “આરએસએસ-ભાજપના મિત્રોનો આભાર કે જેમણે મારા પર હુમલો કર્યો. હું ઇચ્છું છું કે તેઓ મારા પર વધુ હુમલો કરે. હું તેમને ગુરુ માનું છું. તેમણે મને શીખવ્યું છે કે રાજકારણમાં શું ન કરવું જોઈએ.
I consider BJP my 'guru', says Rahul Gandhi
Read @ANI Story | https://t.co/D1MGz1K444#Congress #RahulGandhi #BharatJodoYatra #BJP pic.twitter.com/2KRYANTZih
- Advertisement -
— ANI Digital (@ani_digital) December 31, 2022
યાત્રામાં બધાનું સ્વાગત
વિપક્ષી એકતાના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે ‘વિપક્ષના નેતા અમારી સાથે ઉભા છે. તેમાં કોઈ શંકા નથી, પરંતુ દરેક પક્ષનો પોતાનું રાજકીય દબાણ હોય છે. ભારત જોડો યાત્રામાં કોઈનું ન આવવું તેની પર નિર્ભર કરે છે. આ યાત્રામાં બધાનું સ્વાગત છે.
ચીન આપણી 2000 કિમીની જમીન લઈ ગયું
રાહુલ ગાંધીએ કહ્યું ચીન આપણી 2000 કિમીની જમીન લઈ ગયું અને પીએમ કહી રહ્યાં છે કે કોઈ નથી આવ્યું. જો હું તમારા ઘરમાં ઘુસી જઉ અને તમે કહો કે કોઈ નથી આવ્યું તો તેનાથી શું સંદેશ જશે. સરકાર ભ્રમિત છે. જ્યારે અમે સરકારની સાથે વાત કરીએ છીએ ત્યારે તે આર્મીની પાછળ છૂપાઈ જાય છે. સરકાર અને આર્મીમાં ફર્ક નથી.
चीन हमारा 2000 किमी क्षेत्र ले गया और PM जी कह रहे हैं कि कोई नहीं आया। अगर मैं आपके घर में घुस गया और आप कहें कि कोई नहीं घुसा तो इससे क्या संदेश जाएगा? सरकार इस पर भ्रमित हैं। जब हम सरकार पर बात करते हैं तो वह आर्मी के पीछे छिप जाते हैं। सरकार और आर्मी में फर्क है: राहुल गांधी pic.twitter.com/MQbj7zkdAL
— ANI_HindiNews (@AHindinews) December 31, 2022
ભારતની એક ઈંચ પર પણ કોઈ કબજો ન કરી શકે
રાહુલને જવાબ આપતા આજે અમિત શાહે ફરી કહ્યું કે ભારતની એક ઈંચ જમીન પર પણ કોઈ કબજો ન કરી શકે.