ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ઝાંઝરડા રોડ પર મંગળવારીથી રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાની ફરિયાદ ઉઠતા હવે દર મંગળવારનો રોજ ભરાતી મંગળવારીમાં આવતા લારી સહીતના વાહનોને રોડ સાઈડથી દૂર કરતા લોકોમાં રાહત જોવા મળી હતી અને રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને રાહત જોવા મળી હતી. આસપાસના બિલ્ડીંગ અને સ્થાનિક રહીશોને દર મંગળવારે મુશ્કેલી ઉભી થતી હોવાની ફરિયાદો મનપા અને ટ્રાફિક પોલીસને કરતા અંતે ઝાંઝરડા રોડ પર ભરાતી મંગળવારીને રોડ સાઈડના ખુલ્લા પ્લોટમાં જગ્યા મળતા ટ્રાફિક સમસ્યા હળવી થઇ હતી.
ઝાંઝરડા રોડ પર મંગળવારીના લારી ધારકોને રોડ સાઈડથી દૂર ખસેડતા ટ્રાફિક સમસ્યા હળવી
