ગત વર્ષે ચાર જિલ્લામાં 1.91 લાખ મેટ્રીક ટન ઉત્પાદન થયું: 2022માં 600 ટન કેસ કેરી વિદેશ એક્સપોર્ટ થઇ: વિદેશમાં એક્સપોર્ટ કરવા ફોર્મ ભરવાની 28 ફેબ્રુ. છેલ્લી તારીખ
ખાસ-ખબર સંવાદદાતા
સોરઠ પંથકની કેશર કેરીની સુગંધ દેશ વિદેશમાં ફેલાયેલ જોવા મળી રહીછે કેસર કેરીના સ્વાદ રસિકો માટે સારા સમાચાર મળી રહ્યાછે હાલ કેસર કેરી માટે વાતાવરણ ખુબ સારું જોવા મળી રહ્યુંછે આજ રીતે અનુકૂળ વાતાવરણ રહશે તો કેસર કેરીનું ઉત્પાદન વધવાની શક્યતા જોવાઈ રહીછે સોંરાષ્ટ્રના મુખ્ય ચાર જિલ્લામાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં કેસર કેરીનું ખુબ સારા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં 8700 હેકટરમાં આંબાની બાગાયત બાગો આવેલી છે ગીર સોમનાથ જિલ્લામાં 14300 હેકટર માં આંબાના બગીચા આવેલા છે. તેની સાથે અમરેલી 6800 હેકટરમાં અંબાનું વાવેતર જોવા મળેછે તેમજ ભાવનગર જિલ્લામાં 4800 હેકટરમાં અંબાના બગીચા આવેલ છે આમ ચાર જિલ્લામાં 34600 હેક્ટરમાં કેસર કેરીના બાગાયત ખેતી જોવા મળે છે.
- Advertisement -
કેસર કેરીના ગત વર્ષના ઉત્પાદન અને વિદેશમાં નિકાસ કરેલ કેસર કેરી વિષે રાજકોટના મદદનિશ બાગાયત નિયામક એ.એમ.કરમુર સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગત 2021-22ના વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં 39 હજાર મેટ્રિકટન ઉત્પાદન થયું હતું તેમજ ગીર સોમનાથ 60 હજાર મેટ્રિકટન અને અમરેલી જિલ્લામાં 55 હજાર મેટ્રિકટન ઉત્પાદન જોવામળ્યું હતું જયારે ભાવનગર જિલ્લામાં 37400 મેટ્રિકટન કેરીનું ઉત્પાદન થયું હતું આમ કુલ ચાર જિલ્લામાં 1,91,400 મેટ્રિક ટન ઉત્પાદન જોવા મળ્યું હતું. બાગાયત મદદનીશ નિયામક કરમુરે વધુમાં જણાવ્યું હતું કે ગત વર્ષે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની 600 ટન કેસર કેરી વિદેશ એક્સપોર્ટ કરવામાં આવી હતી જેમાં યુકે, આરબ ક્ધટ્રી, ઓસ્ટ્રેલિયા સિંગાપોરમાં કેરી એક્સપોર્ટ કરી હતી જયારે કેસર કેરી એક્સપોર્ટ કરવા ખેડૂતોએ અઙઊઉઅ ફાર્મનું રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું હોઈ છે અને જેતે જિલ્લાની બાગાયત કચેરી ખાતે રજુ કરવાનું હોઈ છે જેની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2023 છે.
ગિર વિસ્તારમાં 15થી 20% આંબામાં ફલાવરીંગ જોવા મળ્યું
રતાંગ ગીર ગામના કેસર કેરીનું ઉપ્તપાદન કરતા સંજયભાઈ વેકરીયા જણાવ્યું હતુંકે હાલ કેસર કેરી માટે વાતાવરણ ખુબ સારું છે ગીર વિસ્તારમાં 15 થી 20% આંબામાં ફલાવરીંગ જોવા મળી રહ્યુંછે અને હજુ ફ્લાવરિંગની પ્રક્રિયા સારી છે. જો ઠંડી વધુ પડતી પડશે તો મોર બાળવાની શક્યતા જોવાઈ રહી છે. વધુ ઠંડી પડેતો ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત મિત્રોએ આંબા બગીચામાં પવન દિશા નક્કી કરીને લીમડા અને ગાયના છાણનો ધુવાડો કરવાથી ફાયદો થશે તેમ જણાવ્યું હતું. કેસર કેરી સૌરાષ્ટ્રના મુખ્ય ચાર જિલ્લામાં ઉત્પાદન થાય છે. જેમાં જૂનાગઢ, ગિર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં કેસર કરીનું ઉત્પાદન જોવા મળે છે. 2021-22માં તોકતે વાવાઝોડાના લીધે આંબાના બગીચામાં ખુબ મોટા પ્રમાણમાં નુકશાની જોવા મળી હતી. જયારે આ વર્ષે આંબામાં સારા ફલાવરીંગના લીધે વાતાવરણ ખુબ અનુકુળ છે. જેના લીધે ગત વર્ષોની સરખામણીએ કેસર કેરીનું ઉત્પાદન વધવાની પુરી સંભાવનાઓ જોવાઇ રહી છે.
- Advertisement -