300 બેડની વ્યવસ્થા સાથે 50 વેન્ટિલેટર સજજ
3 ઑક્સિજન પ્લાન્ટમાંથી 1માં ખામી, હાલ વૅક્સિનેશન કામગીરી બંધ !
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકારે કોરોનાની સ્થિતિ સર્જાય તે પહેલાં સતર્કતા દાખવવા અનુરોધ કર્યો છે.ત્યારે વેરાવળની સરકારી હોસ્પિટલની વાત કરવામાં આવે તો કોરોનાના સમયમાં 100 બેડની ક્ષમતામાં વધારો કરી 200 બેડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.ત્યાર બાદ બીજી લહેરમાં 100 બેડનો વધારો કરી 300 બેડ કાર્યરત કરવામાં આવ્યા હતા.હાલની પરિસ્થિતિ અંગે જાણતા હમણાં પણ હોસ્પિટલમાં 300 બેડની ક્ષમતા છે.50 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે અને 2 એમ્બ્યુલન્સ કાર્યરત છે.તાલુકા લેવલના કેન્દ્રોની વાત કરવામાં આવે તો ત્યાં પણ 30-30 બેડ ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે.ઉપરાંત ટેસ્ટિંગ પણ રેગ્યુલર ચાલુ છે પરંતુ હાલ સરકારી હોસ્પિટલમાં વેક્સીનેશન ન થતું હોવાનું જાણવા મળ્યું છે. ઘણા દર્દીઓ વેક્સિનનો ડોઝ લેવા આવે છે ત્યારે વેક્સિનેશન કામગીરી બંધ હોવાને કારણે લોકોને ધક્કા થાય છે.ઑક્સિજન પ્લાન્ટની વાત કરીએ તો હાલ સરકારી હોસ્પિટલમાં 3 ઑક્સિજન પ્લાન્ટ છે પરંતુ તાજેતરમાં કરવામાં આવેલી મોકડ્રીલમાં 1 પ્લાન્ટમાં ખામી હોવાનું જાણવા મળ્યું હતું. જેની સંબધિત વિભાગને જાણ પણ કરવામાં આવી છે અને 1 થી 2 દિવસોમાં તે રિપેર થઈ જશે તેમ હોસ્પિટલના આરએમઓએ જણાવ્યું છે.
વેરાવળની સરકારી હોસ્પિટલમાં કોરોના પૂર્વે સુવિધાઓને લઇને મોકડ્રીલ
