-ન્યુઝીલેન્ડના પૂર્વ કેપ્ટન કેન વિલિયમસનને બે કરોડમાં ગુજરાત ટાઈટન્સે ટીમમાં સમાવ્યો
-મયંક અગ્રવાલને 8.25 કરોડમાં હૈદરાબાદે તો અજિંક્ય રહાણેને ચેન્નાઈએ 50 લાખ તો જેસન હોલ્ડરને રાજસ્થાને 5.75 કરોડમાં ખરીદ્યો
- Advertisement -
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની સિઝન માટે મીની હરાજી ચાલી રહી છે. આ હરાજીમાં સામેલ 405 ખેલાડીઓમાંથી 273 ભારતીય સ્ટાર હતા જ્યારે 131 ખેલાડીઓ વિદેશી હતા.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023નું બ્યુગલ આજથી (23 ડિસેમ્બર) સાચા અર્થમાં વાગવા જઈ રહ્યું છે. કોચીમાં આજે આગામી સિઝન માટે મીની હરાજી પૂરી થઈ ગઈ છે અને આ વખતે મિની ઓક્શન માટે 405 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા, જેના પર તમામ ટીમો ઘણો ખર્ચ કર્યો હતો. હરાજીની શરૂઆતમાં જ ઇંગ્લિશ બેટ્સમેન હેરી બ્રુકને સનરાઇઝર્સ હૈદરાબાદે 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે મયંક અગ્રવાલની પણ લોટરી લાગી હતી. સનરાઇઝર્સે હૈદરાબાદે 8.25 કરોડની કિંમતમાં મયંકને પોતાની સાથે જોડ્યો હતો.
જણાવી દઈએ કે હરાજીમાં સામેલ 405 ખેલાડીઓમાંથી 273 ભારતીય સ્ટાર હતા જ્યારે 131 ખેલાડીઓ વિદેશી હતા.આ હરાજીમાં વધુમાં વધુ 87 સ્લોટ ઉપલબ્ધ હતા.નિયમ મુજબ 87 ખેલાડીઓમાંથી વધુમાં વધુ 30 વિદેશી ખેલાડીઓને ખરીદી શકતા હતા.પહેલા 86 ખેલાડીઓના નામ એક પછી એક હરાજી માટે મૂકવામાં આવ્યા હતા અને એ પછી હરાજીની પ્રક્રિયા ઝડપી શરૂ થઈ હતી.
- Advertisement -