આજે વ્હેલી સવારે નાગેશ્ર્વર વિસ્તારમાં ચોરી
શંખેશ્ર્વર -4 ફલેટમાંથી તસ્કરોએ 56 હજારની ચોરી કર્યાનું સામે આવ્યું, પોલીસ પેટ્રોલિંગ વધારવા રહીશોની માગણી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં તસ્કરોની ટોળકી ફરી સક્રિય થઈ ગઈ છે. જાણે પોલીસ તંત્રનો ખૌફ ગાયબ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. દરરોજ ક્યાંકને ક્યાંક દુકાન, મકાનમાં તસ્કરીના બનાવો બને છે, પોલીસ અમુક ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપે છે, પરંતુ તસ્કરો ચોર-પોલીસ રમતા હોય તેમ દરરોજ નાની મોટી ઉઠાંતરીના બનાવો વધી રહ્યા છે. જે ચિંતાજનક છે.
આજે વ્હેલી સવારે જામનગર રોડ પર આવેલા નાગેશ્વર વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા હતા અને અનેક ઘરોને નિશાને બનાવ્યા હતા. ચોરીના ઈરાદે આવેલા ચોરોએ પહેલા તો સિક્યુરિટીના રૂમને બહારથી બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે નાગેશ્વરના લત્તાવાસીઓની માંગ છે કે, પોલીસ દ્વારા અહીં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે તો
મળતી માહિતી મુજબ આજે વ્હેલી સવારે ટોળકીએ નાગેશ્વર વિસ્તારમાં સિદ્ધાર્થ ગોલ્ડ, શ્રીજી એવેન્યુ, શંખેશ્વર 3 અને 4ને નિશાને બનાવી હતી. જેમાં તસ્કરો ચોરીના ઈરાદે ઘૂસ્યા હતા. શંખેશ્વર 4માંથી ટોળકીએ 56 હજાર રોકડની ચોરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે તસ્કરોએ ચાલાકી પૂર્વક પહેલા તો સિક્યુરિટીના રૂમનો દરવાજો બંધ કરી દીધો. ત્યારબાદ તેઓ પાર્કિંગમાં ઘૂસીને ચોરીનો પ્રયાસ કર્યો. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
- Advertisement -



