ખાસ-ખબર સંવાદદાતા
મુળુભાઇ બેરા સરકારમાં પ્રવાસન મંત્રી બન્યા બાદ પ્રથમ વખત સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી. અને પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે મંત્રી મૂળુભાઇબેરા (પ્રવાસન,વન ,પર્યાવરણ) એ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભગવાન ભોળાનાથને જળાભિષેક કર્યો હતો. સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. આ તકે સોમનાથ મંદિરના મુખ્ય પૂજારી વિજયભાઇ ભટ્ટ દ્વારા માન.મંત્રી મૂળુભાઇબેરાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યુ હતુ.