જૂનાગઢમાં મહિલાને સળગાવી નાખવાનું હિન કૃત્ય
જોષીપરા વિસ્તારનાં આદિત્યનગરમાં વહેલી સવારે બની ઘટના
- Advertisement -
ઘરની બારીમાંથી જ્વલંત પદાર્થ સાથે આગ લગાડવાનો પ્રયાસ
કૃત્ય આતરી શખ્સો ફરાર: બી ડિવિઝનમાં ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરનાં જોષીપરા વિસ્તારમાં આવેલ આદિત્યનગર પાસે ગઇકાલ વ્હેલી સવારે ઘરમાં સુતેલ મહિલા પર જવલંતશીલ પદાર્થ છાંટી અને આગ લગાડવાની ઘટના સામે આવી છે. જે મતલબની પોલીસ ફરિયાદ મહિલાએ બી-ડીવીઝનમાં નોંધાવતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. શહેરનાં આદિત્યનગર પાસે રહેતી પરિણીત મહિલા ખુશ્બુબેન ઉપર પોતાના ઘરે સુતા હતા ત્યારે વ્હેલી સવારે 4 વાગ્યાના અરસામાં કોઇ અજાણ્યા શખ્સો બાઇક પર આવી ઘરની બારી ખુલ્લી હોય ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા પહેલા જવલંતશીલ પદાર્થ ફેકવામાં આવેલ અને ત્યાર બાદ સળગતુ કપડુ ફેંકવામાં આવેલ જેમાં પરિણીતા ખુશ્બુબેન શરીરના પેટ અને પગના ભાગે દાઝી જતા સારવાર અર્થે જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. આ બનાવ સમયે ઘરમાં હાજર રહેલા તેમના મમ્મી નયના બહેન અને તેમની બહેન ખુશી પણ દાઝી ગયેલ આ ઘટના મામલે ખુશ્બુબેને જૂનાગઢ બી-ડીવીઝનમાં પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.
- Advertisement -
પોલીસમાંથી મળતી વિગત મુજબ ગત તા.19ના રોજ વ્હેલી સવારે 4 વાગ્યાના અરસામાં બે અજાણ્યા શખ્સો મોટર સાયકલ પર આવીને ખુશ્બુબેન અને તેના મમ્મી નૈયનાબેન અને તેની બહેન ખુશી અને તેની એક દિકરી ઘરમાં સુતા હતા ત્યારે કોઇ અજાણ્યા વ્યક્તિઓ ઘરની ખુલ્લી રહેલ બારીમાંથી પેટ્રોલ જેવો જવલંત પદાર્થ ફેંકવામાં આવેલ અને ત્યારબાદ સળગતુ કપડુ ફેંકીને નાસી છુટયા હતા. જેમાં ખુશ્બુબેનના શરિરના પેટથી લઇ પગના ભાગ સુધી દાઝી ગયેલ અને તેને બચાવવા જતા તેના મમ્મી અને બહેન પણ દાઝી ગયેલ. પરિવાર પર આ રીતે સળગાવવાનો પ્રયાસથી ઘરમાં રહેલ મહિલાએ હતપ્રત બની ગયેલ. સમગ્ર બનાવ મામલે પોલીસને જાણ કરી અને ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લઇને કડક સજાની માંગણી કરી હતી. વધુમાં આ બનાવમાં ભોગ બનેલ ખુશ્બુબેને જણાવ્યુ હતુ કે, અમે ઘરમાં માત્ર 3 મહિલા અને એક મારી નાની 3 વર્ષની દિકરી ઘરમાં સુતા હતા. તે દરમિયાન કોઇ અજાણ્યા ઇસમોએ પરિવારને જાનથી મારી નાખવાના ઇરાદે અમને અને અમારૂ ઘર સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. અમે બંન્ને બહેનો આજે લગ્ન થઇ ગયેલ હોય પરંતુ પારિવારીક ઝઘડાના કારણે રિસામણે બેઠેલ હોય આ બનાવ સમયે પરિવારના અન્ય સભ્યો રાજકોટ ભત્રીજીના લગ્ન અર્થે ખરીદી કરવા ગયેલ હોય ત્યારે કોઇ જાણભેદુ વ્યક્તિએ આ કૃત્ય કરેલ હોય તેમ જણાવ્યુ હતુ.
પરિવારની મહિલા પર હીચકારૂં કૃત્યુ
જુનાગઢ શહેરનાં જોષીપરા વિસ્તારમાં આવેલ આદિત્યનગર પાસે ગઇકાલે વ્હેલી સવારે ઘરની 3 મહિલા સહિત પરિવારની નાની દિકરી પર બે અજાણ્યા ઇસમોએ હિચકારૂ કૃત્ય કરવાની ઘટના સામે આવી છે. ભર નિદ્વામાં સુતેલ મહિલા પર જવલંત શીલ પદાર્થ નાખીને પરિવારના સભ્ય સહિત ઘરને સળગાવવાનો પ્રયાસ કર્યાનો બનાવ સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
હતપ્રત મહિલાની આપવીતી
જૂનાગઢ શહેરમાં મહિલાને જીવતી સળગાવીને જાનથી મારી નાખવાના હિંન પ્રયાસ મામલે ખુશ્બુએ જણાવ્યુ હતુ કે, હું અને મારી બહેન લગ્ન જીવન બાદ પારિવારીક સમસ્યાના કારણે બંન્ને બહેનો ઘરે છીએ અને અમારો પારિવારીક મામલે કોર્ટમાં ભરણ પોષણનો કેસ પણ ચાલતો હોય. ત્યારે આ કૃત્ય કોણે કર્યુ છે. તેની અમને ખબર નથી. પોલીસ પાસે અમારી નમ્ર અરજ છે કે, અમારા પરિવારને મારી નાખવાની કોશિષ કરનાર તત્વોને ઝડપીને કડક સજા કરવાની અમારી માંગ છે.