- વર્ષ 2022 મારા માટે ક્રિએટિવિટીની દ્રષ્ટિએ સંતોષજનક રહ્યું: એક્ટર
વરુણ ધવન આજકાલ તેની ફિલ્મે ભેડિયાને લઇને ચર્ચામાં છે. તેણે જણાવ્યું હતું કે સારી ફિલ્મો માટે તે પોતાની ફી ઘટાડવા પણ તૈયાર છે, પસાર થઇ ગયેલા વર્ષ 2022ને વરુણ ક્રિએટીવિટીના હિસાબે ખૂબ જ સંતોષકારક માને છે. જો કે ખુદની રિલીઝ થયેલી ફિલ્મો જુગ જુગ જિયો અને ભેડિયા બોક્સ ઓફીસ પર ખાસ દેખાવ કરી શકી નથી. જેટલી અપેક્ષા હતી.
એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે વર્ષ 2022 ક્રિએટિવીટીની દ્રષ્ટિએ મારા માટે સંતોષજનક રહ્યું છે. મેં આ બે ફિલ્મો ઉપરાંત નિતેશ તિવારીની ફિલ્મ બબાલ સાઇન કરવા માટે લાંબી રાહ જોઇ હતી.
- Advertisement -
વરુણે જણાવ્યું હતું કે કે ભેડિયા બોક્સ ઓફિસ પર ઠીક રહેશે અને તેણે અન્ય ફિલ્મોનો સામનો પણ કર્યો, જે લોકોએ સિનેમા હોલમાં આ ફિલ્મ જોઇ છે તેમનો હું આભારી છું. આ બાબત બતાવે છે કે કોશિશ કરતા રહેવું જોઇએ. બહેતર કરતા રહેવું જોઇએ.
વરુણે કહ્યું હતું કે ઇમાનદારીથી કહું તો જો સારી ફિલ્મ મને મળશે તો તેના માટે હું મારી ફી ઘટાડી દઇશ. કારણ કે એક ફિલ્મ આપની અંદરના કલાકારને બહાર લાવે છે. મારા વિચારો સીમિત છે, આપણે એક સારી ફિલ્મ બનાવવી જોઇએ અને પ્રોડ્યુસરે પોતાના પૈસા ન ગુમાવવે પડે. બોક્સ ઓફિસ મહત્વની છે પણ ક્યારેક ક્યારેક હું એવી ફિલ્મ કરવા ઇચ્છુ છું જે મારી અંદરના એક્ટરને જીવતો રાખે.