કુંભ મેળો પૂર્ણ થયે શ્રી પંચાયતી મહાનિર્વાણી અખાડાના સંતો દ્વારા હરિદ્વાર થી સોમનાથ પ્રવાસ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. ત્યારે 200 થી વધુ સંતો હરહર મહાદેવના નાદ અને ૐ નમ: શિવાયના જાપ કરતા શ્રી સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંતોને સુખરૂપ દર્શન થઈ શકે તેના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. સંતોને શ્રી સોમનાથ મંદિર પરિસરમાં સ્થિત સંકીર્તન હોલ ખાતે પૂજારી દ્વારા શાસ્ત્રોકત વિધિવિધાન સાથે ધ્વજા પૂજા કરાવવામાં આવી હતી. ત્યારબાદ સર્વે સંતોએ સોમનાથ મહાદેવના દર્શન અને જલાભિષેક કર્યા હતા અને સોમનાથના ચરણોમાં સંતોએ મહામૃત્યંજય મંત્રના સામૂહિક જાપ કરી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. સોમનાથ મંદિરમાં સ્વહસ્ત ધ્વજારોહણ સેવાનો લાભ લઈને સંતોએ પોતાના હસ્તે ધ્વજાને મંદિરના શિખર સુધી પહોચાડેલ અને સ્વહસ્તે ધ્વજારોહણનો આનંદ પામ્યા હતા. સોમનાથ મંદિર પરિસરમાં મહામૃત્યુંજય મંત્રના પાઠ સાથે સંતોએ દેશ અને વિશ્વના કલ્યાણ માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.
સોમનાથ મંદિરમાં શ્રીપંચાયતી મહાનિર્વાણી અખાડાના સંતોએ ધ્વજારોહણ કર્યું
Follow US
Find US on Social Medias