ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ વંથલીથી વડાલ બાયપાસ પર વધુ એક અકસ્માત થતા એક વ્યક્તિનું મોત નિપજયુ હતુ. બે દિવસ પહેલા જ ટ્રક અને ટેમ્પો ટ્રાવેલર વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું મૃત્યુ અને આઠ જેટલા લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની મળતી વિગત મુજબ જૂનાગઢ શહેરનાં આદર્શ નગરમાં રહેતા અને વંથલી તાલુકાનાં ગાદોઇ ગામ નજીક દુકાન ધરાવતા ચંદ્વેશભાઇ અરજણભાઇ બાલાણી રાત્રે વંથલી બાયપાસ પર પોતાની બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા. ત્યારે નાંદરખી નજીક પુલ પાસે સામેથી આવેલ જી.જે.8 એ.ઇ.8104 નંબરના વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા ચંદ્વેશભાઇ બાલાણીને ગંભીર ઇજા સાથે જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખસેડાયા હતા. જયાં ફરજપરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા. આ મતલબની ફરિયાદ વંથલી પોલીસ સ્ટેશનમાં નોંધાતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.