ભારત અને ચીનના સંબંધો છેલ્લા ઘણા વર્ષથી વણસી રહ્યા છે એવામાં ડોકલામ અને તે બાદ તવાંગમાં થયેલ અથડામણને કારણે વિવાદ ભડક્યો છે ત્યારે સેના આ મામલે શું કહી રહી છે?
સેનાનું સત્તાવાર નિવેદન
અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીની સૈનિકો સાથે થયેલ અથડામણને લઈને સેના દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. ઈસ્ટર્ન કમાન્ડના ઓફિસર જનરલ રાણા પ્રતાપ કલીતા દ્વારા સમગ્ર મામલે કહેવામાં આવ્યું છે કે વિવાદનો અંત આવ્યો છે.
- Advertisement -
પરિસ્થિતિ સામાન્ય થઈ
રાણા પ્રતાપે કહ્યું કે અથડામણમાં ભારતના જવાનોને નાની મોટી ઈજાઓ પહોંચી છે પણ સંઘર્ષ બાદથી ભારત અને ચીન બંને દેશના સૈનિકો પાછળ હટી ગયા છે અને ત્યાં પરિસ્થિતિ સામાન્ય છે.
On Tawang face-off,GOC-in-C,Eastern Command says,"In one of the areas with differing perception of LAC, PLA patrol transgressed, was contested very firmly which led to some physical violence but was contained…Border areas along Northern Frontier stable.We're firmly in control" pic.twitter.com/n5wtpxEUxJ
— ANI (@ANI) December 16, 2022
- Advertisement -
વિવાદ આગળ વધારવાના પક્ષમાં નથી બંને સેનાઓ
તેમણે વધુમાં કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની ઉશ્કેરણીમાં આવવાની કોઈ જરૂર નથી, ભારતીય સેના તમને વિશ્વાસ અપાવે છે કે બોર્ડર પર પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને કોઈ પણ ખોટા સમાચાર પર ધ્યાન આપશો નહીં. ફ્લેગ મીટિંગ દ્વારા તમામ વિવાદનું સમાધાન થઈ ગયું છે અને બંને દેશની સેના હવે આ મામલામાં આગળ વધી રહી નથી.
Doklam stand-off was in'17 which was result of PLA attempt at trying to construct a particular road in area about which there are differing perceptions.Through negotiations,issues were resolved: GOC-in-C, Eastern Command on infrastructure set up by China on their side near Doklam pic.twitter.com/1Aw2Ztyc36
— ANI (@ANI) December 16, 2022
વિપક્ષનો હલ્લાબૉલ
નોંધનીય છે કે નવ ડિસેમ્બરે ચીનના સૈનિકોએ ભારતની સીમા ઘૂસી જવા માટે પ્રયાસ કર્યા હતા જે બાદ ભારતના બહાદુર જવાનોએ તેમને પાછા ધકેલ્યા હતા, બંને દેશની સેનાના સૈનિકોને ઈજાઓ પહોંચી હતી જેને લઈને દેશની અનેક પાર્ટીઓ દ્વારા સરકાર સામે સવાલો કરવામાં આવ્યા છે, વિપક્ષ સંસદ ચાલવા દેતું નથી અને મોદી સરકાર પર આકરા પ્રહાર થઈ રહ્યા છે. આ પહેલા રાજનાથ સિંહે પણ લોકસભા અને રાજ્યસભામાં આધિકારિક નિવેદન આપ્યું હતું.