ઋઈંઋઅ વર્લ્ડ કપ 2022માં હવે કુલ ચાર ટીમો આર્જેન્ટિના, મોરોક્કો, ફ્રાન્સ અને ક્રોએશિયા ખિતાબની રેસમાં બાકી છે. આ મેગા ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા કુલ પાંચ સુપરસ્ટાર ખેલાડીઓ વિશે ઘણી વાતો થઈ રહી હતી. પરંતુ હવે આ પાંચમાંથી માત્ર બે જ ખેલાડી ચેમ્પિયન બનવાની રેસમાં છે.
કતારમાં રમાઈ રહેલો ઋઈંઋઅ વર્લ્ડ કપ 2022 તેના સમાપન તરફ આગળ વધી રહ્યો છે. આર્જેન્ટિના, ક્રોએશિયા, મોરોક્કો અને ફ્રાન્સ જ ટાઈટલની રેસમાં બાકી છે. આર્જેન્ટિના અને ક્રોએશિયા પ્રથમ સેમીફાઇનલમાં ટકરાશે જ્યારે બીજી સેમીફાઇનલમાં મોરોક્કો અને ફ્રાન્સ સામસામે ટકરાશે. ફાઈનલ મેચ 18 ડિસેમ્બરે રમાશે.
- Advertisement -
હવે સેમીફાઇનલ સ્ટેજ પર ચેમ્પિયન બનવાની રેસમાં માત્ર લિયોનેલ મેસ્સી અને કાયલિયાન એમબાપ્પે જ બાકી છે. બાકીના ત્રણ ખેલાડીઓ કેન, રોનાલ્ડો અને લેવાન્ડોવસ્કીની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.