ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના યાજ્ઞિક રોડ પર દારૂ ભરેલી બેગ પડી હોઇ તેમાંથી રાહદારીઓ દારૂની બોટલો લઈ જતાં હોય તેવો વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો હોઇ ઉપરી અધીકારીઓએ તત્કાળ આ શખ્સને અને દારૂ લઈ જનારા લોકોને શોધી કાઢવા તજવીજ કરી હતી. એ ડિવિઝન પોલીસે સી.સી.ટી.વી.ફુટેજના આધારે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી લીધો છે. આ શખ્સે પોતાનું નામ અલતાફ બોદુભાઈ હોથી (ઉ.વ.41 ધંધો-એસ.ટી.ડ્રાઈવર રહે-ભોમેશ્વર પ્લોટ શેરી નં-6/14 કોર્નર રેલ્વે ફાટક સામે જામનગર રોડ) જણાવ્યું હતું. પૂછતાછમાં કબુલ્યું હતું કે પોતે એસ.ટી ડ્રાઈવર હોઇ અને રાજકોટથી રાજસ્થાન નાથદ્વારાની બસ ચલાવતો હોઇ તે રાજસ્થાનથી દારૂની બોટલો બેગમાં રાખી લઈ આવેલ અને રાજકોટ બસ સ્ટેન્ડથી પોતાના ઘરે પોતાના મોટર સાઇકલમાં દારૂ ભરેલ બેગ રાખીને જતો હતો તે વખતે યાજ્ઞીક રોડ પર બેગ પડી જતાં રસ્તે ચાલતા રાહદારીઓએ આ બેગમાંથી દારૂની બોટલો લઈ લીધી હતી અને બાદમાં પોતે પણ જતો રહ્યો હતો.
યાજ્ઞિક રોડ પર પડી ગયેલી દારૂથી ભરેલી બેગનો માલિક રાજસ્થાનથી દારૂ લાવ્યો હતો
