– આ ડ્રોન 35 હજાર ફુટની ઉંચાઈએ સતત 24 કલાક ઉડાન ભરી શકે છે: સેનાની ત્રણેય પાંખને આવતા વર્ષે અપાશે આ ‘તપસ’ ડ્રોન
ડીઆરડીઓએ ‘તપસ’ ડ્રોનનું 18 કલાકનું ઉડાન પરીક્ષણ પુરુ કરી લીધું છે. બુધવારે ચિત્ર દુર્ગમાં તેનું પરીક્ષણ કર્યું હતું. આવનારા સમયમાં પાયલોટ વિનાના વિમાનના વિકાસમાં આ ‘તપસ’ ડ્રોન માઈલસ્ટોન સાબીત થઈ શકે છે.
- Advertisement -
2016માં પ્રથમ ઉડાન
ભારત પોતાની સૈન્ય તાકાત સતત વધી રહ્યું છે. તેમાં હવે તપસનું નામ ઉમેરાઈ ગયું છે, જે એક માનવ રહિત અત્યાધુનિક વિમાન છે. એડીઈએ તેને અમેરિકાના જનરલ એટોમિકસ એમકયુ-1 પ્રીડેટર ડ્રોનની તર્જ પર બનાવ્યું છે. ‘તપસ’- બીએચ-201એ વર્ષ 2016માં કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં બેંગ્લુરુથી બે કિલોમીટર દૂર ચલ્લકેરેમાં પ્રથમ ઉડાન ભરી હતી.
સ્વદેશી એન્જીન લાગ્યું છે
આ ડ્રોન-માનવ રહિત વિમાન 350 કિલોગ્રામના પેલોડ સાથે ઉડાન ભરી શકે છે. તપસની લંબાઈ 9.5 મીટર અને પહોળાઈ 20.6 મીટર છે તેનું વજન 1800 કિલોમીટર છે. તપસ ડ્રોનમાં ડીઆરડીઓના વ્હીકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લીસમેન્ટના બનાવેલા સ્વદેશી એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્વદેશી એન્જીન તપસ ડ્રોનને 130 કિલોવોટની તાકાત દઈ શકે છે.
ત્રણ સેનાઓએ કરી છે 76 ડ્રોનની માંગ
આ સિવાય આ ડ્રોન દર કલાકે 224 કિલોમીટરની ઝડપે ઉડી શકે છે. આ ડ્રોન 35 હજાર ફુટની ઉંચાઈ પર 24 કલાક રહી શકે છે. તપસ વિદેશથી ખરીદવામાં આવતા ડ્રોનથી લગભગ આઠ ગણું સસ્તું હોય છે. ત્રણ સેનાઓએ મળીને 76 તપસ ડ્રોનની માંગ કરી છે. જેમાંથી 60 ભારતીય સેના પાસે જશે. 12 ભારતીય એરફોર્સ અને 4 ડ્રોન ભારતીય નૌસેનાને મોકલાશે. આવતા વર્ષના અંતમાં આ ડ્રોન ત્રણેય સેનાઓને મળી જશે.