15,825 કિલો સરકારી અનાજનો જથ્થો કબ્જે લઇ તપાસનો ધમધમાટ
ખાસ-ખબર સંવાદદાતા
ઉનાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક ટ્રકની અંદર રેશનીંગના મનાતા 250 કટ્ટા ઘઉંના ભરાઈને જૂનાગઢ તરફ જતો હોવાની જિલ્લા પુરવઠા અધિકારી રાહુલ ગમારાને મળેલી માહિતીના આધારે તેમની સુચનાથી કોડીનાર મામલતદાર રાદડીયાએ તેમની ટીમ સાથે કોડીનાર, ઉના હાઇવે ઉપર વોચ ગોઠવીને ઉના તરફ્થી આવતો પોરબંદર તરફનો પાસીંગનો એક ટ્રક જેમની તલાસી લેતા એમાંથી અંદાજે 15825 કિલો રેશનીંગનો શંકાસ્પદ મનાતો ઘઉંનો જથ્થો પકડી પાડી આગળની તપાસ હાથ ધરી છે. કોડીનારના મામલતદાર રાદડિયાએ તેમની ટીમ સાથે હાઇવે ઉપર તપાસ હાથ ધરી હતી. દરમિયાન જલારામ હોટલ પાસે ઊભા રહેલા એક ટ્રક જેમના ચાલક અમિતભાઈ વલ્લભભાઈ મારુ રહેવાસી જુનાગઢની શંકાસ્પદ ઘઉં અંગે તપાસ હાથ ધરતા તેઓ ગલ્લા તલાક કરતાં કોઈ સંતોષ કારક જવાબના આપતા જો કે ઘઉંનાં કટ્ટા પર કોઈ ગવરમેન્ટનો માર્કોના હોય જેથી હાલ આ શંકાસ્પદ ઘઉં રેશનિંગનો જથ્થો હોવાનું માનીને કોડીનાર મામલતદાર એ હાલ આ જથ્થો સીઝકરી સરકારી ગોડાઉનમાં જપ્ત કરી. આ ઘઉંનો જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો છે અને ક્યાં જવાનો છે એની સધન તપાસ હાથ ધરી હતી.