વડોદરાના સુભાનપુરા વિસ્તારના કચરાપેટીમાંથી ડ્રગ્સ મળ્યું
ATSએ અશોક પટેલ અને તેના પુત્રની કરી ધરપકડ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વડોદરામાં ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેમાં સુભાનપુરા વિસ્તારની કચરાપેટીમાંથી 8.75 કરોડનું ડ્રગ્સ મળ્યુ છે. તેમજ સિંધરોટમાંથી ડ્રગ્સમાં પકડાયેલા આરોપી પૈકી ભરત ચાવડાએ અશોક પટેલ નામના શખ્સને ડ્ર્ગ્સ આપ્યું હતું. તેમજ એટીએસની પૂછપરછમાં ભરત ચાવડાની કબુલતા ખુલાસો થયો છે.
ઉલ્લેખનીય છે કે એટીએસ પહોંચતા અશોક પટેલે ડ્રગ્સ કચરાપેટીમાં નાખ્યુ હતુ. તેથી એટીએસએ અશોક પટેલ અને તેના પુત્રની ધરપકડ કરી છે. તાજેતરમાં ગુજરાતમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો. ગુજરાત અઝજએ વડોદરા શહેર અને ગ્રામ્યમાં બે સ્થળે દરોડા પાડી અંદાજે 500 કરોડ રૂપિયાથી વધુનો ખઉ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અઝજ અને વડોદરા જઘૠની કાર્યવાહી ચાલી હતી. ભેંસોના તબેલાની આડમાં ડ્રગ્સ બનાવવાની ફેકટરી ઉભી કરાઇ હતી. એટલું જ નહીં ભેંસોનો તબેલો તથા દવા બનાવવાનું કહી જગ્યા ભાડે રાખવામાં આવી હતી.
મોટી માત્રામાં કેમિકલ તથા અન્ય રો મટિરિયલ પણ ઝડપાયું હતુ. ઋજકની ટીમને સાથે રાખી કેમિકલ તથા અન્ય રો મટિરિયલનું પ્રાથમિક પૃથક્કરણ કરવામાં આવ્યું હતુ. હાલ ગુજરાત અઝજએ ડ્રગ્સના જથ્થા સાથે 5 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.