ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર વિધાનસભા ચૂંટણીમાં પ્રિસાઇડીંગ ઓફીસરે ધીમુ મતદાન કરાયાની ભાજપના ઉમેદવારે જણાવ્યુ હતુ કે, માણાવદર વિધાનસભા બેઠકમાં સવારથી મતદાન શરૂ થયુ હતુ. જેમાં માણાવદર શહેરનાં બુથ નં.57 પર ધીમુ મતદાન જોવા મળ્યુ હતુ. જે અંગે ભાજપના ઉમેદવાર જવાહરભાઇ ચાવડાએ રીટર્નિંગ ઓફીસરને ફરિયાદ કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, સવારથી મતદાન ધીમુ થઇ રહ્યુ છે અને બપોરે 2-30 કલાકે લેખિતમાં પણ ફરિયાદ કરી હતી અને કોંગ્રેસની માનસીકતા ધરાવતા પ્રિસાઇડીંગ ઓફીસર દ્વારા ધીમુ મતદાન કરવામાં આવ્યુ હોવાનું જણાવ્યુ હતું. વધુમાં તેઓએ આક્ષેપ કર્યો હતો કે આ બુથ પર ભાજપ તરફી મતદાન થતુ હોવાના કારણે પ્રિસાઇડીંગ ઓફીસરે કોંગ્રેસ સાથે મીલી ભગત કરી ઇરાદા પૂર્વક ધીમુ મતદાન કરાવ્યુ હતુ અને અનેક મતદારો કતારોમાં ઉભાર હતા બાદ મતદાન કર્યા વગર જ ઘરે જતા રહ્યા હતા આ મામલે તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ ભાજપ ઉમેદવાર જવાહરભાઇ ચવાડાએ કરી હતી.
માણાવદર ધીમુ મતદાન અંગે ફરિયાદ



