ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. જુઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું લાઈવ અપડેટ….
આજે રાજ્યની 182 બેઠકોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યના 19 જિલ્લાના 25 હજાર 430 મતદાન મથકો પર પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. પ્રથમ તબક્કામાં 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો સાંજના 5 વાગ્યા સુધી પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. આ 788 ઉમેદવારોનું ભાવિ આજે EVMમાં કેદ થશે.
- Advertisement -
788 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે
પ્રથમ તબક્કામાં કુલ 11 મંત્રી, ભાજપ, આપ અને કોંગ્રેસના 266 ઉમેદવારો સહિત 788 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. કુલ 89 બેઠકોમાંથી 14 બેઠક આદિવાસી અને દલિત માટે રિઝર્વ છે. પહેલા તબક્કાના મતદાન માટે 25,430 બૂથ ઊભા કરવામાં આવ્યા છે. જેમાંથી 15,416 બૂથ ગ્રામ્યમાં અને 9,014 બૂથ શહેરી વિસ્તારમાં છે.
જામનગર કલેક્ટર અને જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીએ વિભાજી સ્કૂલ ખાતે મતદાન કર્યુ છે. તેમણે લોકશાહીના પર્વને મનાવવા માટે લોકોને અપીલ કરી છે.
(10:00 AM)
સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યમાં 13 ટકા મતદાન
સૌથી વધુ ડાંગ જિલ્લામાં 15 ટકા મતદાન
સૌથી ઓછુ સુરેન્દ્રનગરમાં 11 ટકા મતદાન
કચ્છમાં 12 ટકા, જામનગર 13 ટકા
દ્વારકા 11 ટકા, ગીર સોમનાથ 12 ટકા
જૂનાગઢ 13 ટકા, પોરબંદર 12 ટકા
ભાવનગરમાં 13 ટકા, બોટાદમાં 12 ટકા
અમરેલીમાં 13 ટકા, રાજકોટમાં 13 ટકા
મોરબીમાં 13 ટકા, ભરૂચમાં 13 ટકા
નર્મદામાં 13 ટકા, સુરતમાં 14 ટકા
નવસારીમાં 13 ટકા, તાપીમાં 13 ટકા
વલસાડમાં 14 ટકા મતદાન નોંધાયુ
- Advertisement -
અંકલેશ્વર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિજયસિંહ પટેલે કુડાદરા ગામ ખાતે મતદાન કર્યું છે. ઝઘડિયાના અપક્ષ ઉમેદવાર છોટુ વસાવાએ ધારોલી ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. રાજકોટના રાજવી માંધાતા સિંહે પરિવાર સાથે મતદાન કર્યું છે. સાથે જ પોરબંદર ભાજપના ઉમેદવાર બાબુ બોખીરીયાએ સહપરિવાર રૂપાળી બા કન્યા શાળા ખાતે મતદાન કર્યું છે.
(09:45 AM)
જુઓ અત્યાર સુધીમાં કયા-કયા દિગ્ગજોએ મતદાન કર્યું?
ધોરાજીના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા
પોરબંદર કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડીયા
જેતપુર બેઠકના BJP ઉમેદવાર જયેશ રાદડિયા
પૂર્વ મંત્રી હકુભા જાડેજાએ જામનગરમાં કર્યું મતદાન
કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ અમરેલીથી કર્યું મતદાન
પૂર્વ CM વિજય રૂપાણી રાજકોટથી મતદાન કર્યું
ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે મતદાન કર્યું
(09:40 AM)
પોરબંદર કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડીયાએ પોતાના ગામ મોઢાવાડામાં મતદાન કર્યું છે. તેમણે માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ મતદાન કર્યું છે. તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે.પૂર્વ મંત્રી હકુભા જાડેજાએ જામનગરમાં મતદાન કર્યું છે.
ગુજરાત ચૂંટણીના પ્રથમ ચરણમાં આજે 89 સીટો પર મતદાન થશે. ગુજરાતમાં આજે જે કોઈ વિધાનસભા ક્ષેત્રમાં વોટિંગ છે ત્યાંના મતદાતાઓને મારી અપીલ – "તમારી પાસે સુવર્ણ તક આવી છે, ગુજરાતના અને તમારા બાળકોના સારા ભવિષ્ય માટે વૉટ જરૂર આપો, આ વખતે કંઈક ગજબ કરીને આવો."
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 1, 2022
(09:35 AM)
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ અમરેલીના ઈશ્વરીયા ગામે મતદાન કર્યું છે. મતદાન કર્યા બાદ તેઓએ કહ્યું કે, જિલ્લાની તમામ પાંચેય બેઠક પર ભાજપના ઉમેદવાર જીતશે. AAPના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ જશે અને AAPનું ખાતું પણ નહીં ખુલે.
(09:30 AM)
ગુજરાતમાં 9.30 વાગ્યા સુધીમાં કુલ 07 ટકા મતદાન થયું છે. રાજકોટમાં વજુભાઈ વાળાએ મતદાન કર્યું છે. મતદાન કર્યા બાદ તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, આ ચૂંટણીમાં ભાજપની જીત થશે અને ભાજપને 130 બેઠક મળશે.
(09:25 AM)
ગોંડલ ભગવતપરા શાળા નંબર 5માં EVM ખોટવાયું, શાળાનું બુથ નંબર 135નું EVMમાં ખામી સર્જાતા મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી મતદાન કરવા માટે પહોંચ્યા.
(09:20 AM)
જેતપુર-જામકંડોરણા 74 વિધાનસભાના ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાએ જામકંડોરણા તાલુકા શાળા ખાતે મતદાન કર્યું, તેમણે લોકશાહીના મહાપર્વ પર મતદાન કરવા લોકોને અપીલ કરી.
(09:15 AM)
ઉમરગામ બેઠક પર ભાજપના ઉમેદવાર રમણ પાટકરે ધોડીપાડાના મતદાન મથક પરથી મતદાન કર્યું છે. મતદાન કર્યા બાદ પૂર્વ આદિજાતિ મંત્રી રમણ પાટકરે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
(09:10 AM)
ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન: CM ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને સૌ મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરી લોકતંત્રને મજબૂત બનાવવા અપીલ કરી.
આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. હું તમામ મતદાતાઓને, ખાસ કરીને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનાર યુવાનોને, વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવા માટે આહ્વાન કરું છું.
— Narendra Modi (@narendramodi) December 1, 2022
(09:05 AM)
જામનગર 77 ગ્રામ્યના ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ, વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી અને ઓલપાડ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયકે કર્યું મતદાન.
(09:00 AM)
સવારે 9 વાગ્યા સુધીમાં એટલે કે પ્રથમ એક કલાકમાં 3 ટકા મતદાન થયું છે. નાણામંત્રી કનુ દેસાઈ પરિવાર સાથે મતદાન કરવા માટે વાપીની જ્ઞાનદા સ્કૂલમાં પહોંચ્યા હતા. જોકે, કનુ દેસાઈના મતદાન કર્યા પહેલાં EVMમાં ખામી સર્જાઈ હતી. EVMમાં ખામી સર્જાતા કનુ દેસાઈને 15 મિનિટ રાહ જોવી પડી હતી. મતદાન કર્યા બાદ કનુ દેસાઈએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે, આ વખતે ભાજપ બહુમતી સાથે જીત મેળવશે.
(08:50 AM)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન 8 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે. દિગ્ગજ નેતાઓ વહેલી સવારે મતદાન કરવા માટે નીકળી પડ્યા હતા. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
पिछले दो दशकों में गुजरात विकास और शांति का पर्याय बना है जिसपर हर भारतीय को गर्व है। लेकिन यह गुजरातवासियों द्वारा चुनी मजबूत सरकार के कारण संभव हो पाया।
मैं प्रथम चरण के मतदाताओं से अपील करता हूँ कि इस विकासयात्रा को जारी रखने के लिए अभूतपूर्व उत्साह और संख्या में मतदान करें।
— Amit Shah (@AmitShah) December 1, 2022
(08:45 AM)
મોરબી જિલ્લામાં મતદારોની લાગી કતારો, મોરબીના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા અને ભાજપ ઉપાધ્યક્ષ જયંતી કવાડીયાએ કર્યું મતદાન
(08:40 AM)
સુરત શહેરમાં પૂર્ણેશ મોદી ઢોલ-નગારા સાથે મતદાન કરવા નીકળ્યા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પૂર્ણેશ મોદીએ મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું.
(08:33 AM)
કુતિયાણા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નાથા ઓડેદરાએ ભારતીય વિદ્યાલય ખાતે સહપરિવાર કર્યું મતદાન, તેઓએ લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી.
(08:30 AM)
ગોંડલ વિધાનસભાની બેઠકનો ચૂંટણી જંગઃ રીબડામાં ગામની સ્કૂલમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ પરિવાર સાથે કર્યુ મતદાન, ગોંડલના પૂર્વ MLA મહિપતસિંહ જાડેજાએ પણ કર્યું મતદાન.
(08:25 AM)
ગીર સોમનાથમાં વહેલી સવારથી કડકડતી ઠંડીમાં પણ મતદારોમાં અનેરો ઉત્સાહ, જિલ્લાના 1077 મતદાન મથક પર મતદારો ઉત્સાહ પૂર્વક ઉમટ્યા.
(08:20 AM)
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાનઃ AAP સંયોજક કેજરીવાલે ગુજરાતીઓને મતદાન કરવા માટે કરી અપીલ
(08:10 AM)
જામનગર જિલ્લાની પાંચ બેઠકો પર 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે, જામનગર દક્ષિણ બેઠકના ભાજપ ઉમેદવાર દિવ્યેશ અકબરીએ મતદાન કર્યું છે. જામનગર ઉત્તર બેઠકના ઉમેદવાર રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ રાજકોટમાં મતદાન કર્યું છે.
(08:05 AM)
રાજ્યભરમાં મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. મતદાન શરૂ થવાના થોડા સમય પહેલા જ મતદાન કેન્દ્રો બહાર મતદારોની લાંબી લાઇનો લાગી હતી. અમરેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાયકલ પર ગેસનો બાટલો બાંધીનને મતદાન કરવા નીકળ્યા છે.
(08:02 AM)
મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુ પટેલે નવસારી શહેર મતદાન મથકે મતદાન કર્યું છે. તેઓએ લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી છે.
(08:00 AM)
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો પર મતદાન, 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ, 89 બેઠક પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં.
(07:40 AM)
ગોંડલ બેઠક પર હાઈપ્રોફાઈલ ચૂંટણી જંગઃ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ VTV સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગોંડલની પ્રજા વિકાસને મત આપશે. જ્યાં જ્યાં પ્રચાર કર્યો ત્યાં મને પ્રતિસાદ મળ્યો. કોંગ્રેસના ઉમેદવાર હજુ ગામડામાં પહોચ્યા જ નથી.
(07:35AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ગુજરાતવાસીઓને ટ્વિટ કરીને વોટ આપવાની અપીલ કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, ‘છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બન્યું છે, જેના પર દરેક ભારતીયને ગર્વ છે. પરંતુ આ ગુજરાતવાસીઓ દ્વારા પસંદ કરવામાં આવેલી મજબૂત સરકારના કારણે શક્ય બન્યું છે. હું પ્રથમ તબક્કાના મતદારોને અપીલ કરું છું કે વિકાસયાત્રાને જારી રાખવા માટે અભૂતપૂર્વ ઉત્સાહ અને સંખ્યામાં મતદાન કરો.’
(07:30 AM)
જામનગર ઉત્તર બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ભાજપ તરફથી લડી રહ્યા છે ત્યારે અહીં રસાકસીનો જંગ ખેલાય તેવા એંધાણ છે.
(07:25 AM)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ગુજરાતના મતદારોને મતદાન કરવાની અપીલ કરી છે. તેઓએ ટ્વિટમાં લખ્યું છે કે, ‘આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. હું તમામ મતદાતાઓને, ખાસ કરીને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનાર યુવાનોને, વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવા માટે આહ્વાન કરું છું.’
આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. હું તમામ મતદાતાઓને, ખાસ કરીને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનાર યુવાનોને, વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવા માટે આહ્વાન કરું છું.
(07:15 AM)
વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાનઃ ગોંડલ બેઠક પર ગીતાબા જાડેજા અને યતીશ દેસાઈ વચ્ચે જંગ, સંગ્રામસિંહ હાઈસ્કૂલ ગોંડલના 236 મતદાન મથકોનું ડિસ્પેચિંગ સેન્ટર, રાજ્યભરના લોકોની ગોંડલ બેઠક પર નજર
(07:10 AM)
ભાવનગરમાં કુલ 7 બેઠક માટે 18 લાખથી વધુ મતદારો કરશે મતદાન, કુલ 7 બેઠક માટે 68 ઉમેદવારો મેદાનમાં છે.
(07:05 AM)
ગોંડલ બેઠક માટે ચૂંટણીપંચ એલર્ટ: મતદાન મથકો પર ઈલેક્શન ઓબ્ઝર્વર દ્વારા ચેકિંગ, મતદાન સ્ટાફ, સુરક્ષાકર્મી સહિત બંદોબસ્તનું કર્યું નિરીક્ષણ, તમામ મતદાન મથકોમાં ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
(07:00 AM)
વાંસદા બેઠકના ભાજપના ઉમેદવાર પિયુષ પટેલ પર હુમલો, કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલના સમર્થકોએ હુમલો કર્યાનો આક્ષેપ, વાંસદા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ