આવતીકાલે મતદાન થવાનું છે ત્યારે આજે શહેર કોંગ્રેસે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ પોલીસ સત્તાનો દુરૂપયોગ કરી રહી છે. 70 જેટલા બૂટલેગરને પોલીસે બોલાવીને ભાજપને મદદ કરવા દબાણ કર્યું છે. માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં બૂટલેગર પરિવારે ગઇકાલે હોબાળો કર્યો હતો. પોલીસ કમિશનર નિમ્ન કક્ષાની કામગીરી બંધ કરે, લોકશાહી પર્વમાં આ રીતે જીતી ન શકાય. જ્યારે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે પણ કહ્યું હતું કે, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો કોંગ્રેસના કાર્યકર્તાઓને ડરાવી રહ્યો છે. બે દિવસથી મારામારી અને કોઇ સામાન્ય ગુનામાં આવ્યા હોય તેને ભાજપનું કામ કરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે. આ અંગે ચૂંટણી કમિશનને ફરિયાદ કરાઇ છે. આવતીકાલની ચૂંટણી ભયમુક્ત રહે તે ખૂબ જરૂરી છે.
ભાજપ પોલીસ સત્તાનો દુરૂપયોગ કરી રહી છે: કોંગ્રેસ

Follow US
Find US on Social Medias