કેશોદ ના અજાબ ગામે તુવેરના પાકમાં સુકારાનો રોગ લાગુ પડતા ખેડૂતોને ખુબ મોટો આર્થિક ફટકો પડ્યો અજબ ગામમાં ખેતરોમાં સુકારો આવતા તુવેરનો છોડ ઉભે ઉભો સુકાય જાય છે ફાલ ખરી પડે છે તેમાં દાણા જીણા પડી જાય છે અને વજનમાં હલકો બને છે જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે આ રોગ માટે તેનું કારણ અને તેમાં નિયંત્રણ માટે શું પગલા ભરી શકાય તે માટે રાજ્ય ખેતીવાડી ખાતું અને કૃષિ યુનિવર્સીટી સંયુક્ત અભ્યાસ કરીને આ રોગ ની ખરી જાણકારી ખેડૂતોને મળે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે
અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ


