– 69 વર્ષની વયે દુનિયાને કહી દીધું અલવિદા
- Advertisement -
હોલીવુડ ઇન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે માર્વેલ યુનિવર્સની સૌથી લોકપ્રિય ફિલ્મ ‘કેપ્ટન અમેરિકા’ના પહેલા ડિરેક્ટર આલ્બર્ટ પ્યુનનું નિધન થયું છે. જો કે લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલા આલ્બર્ટે 69 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. આલ્બર્ટ પ્યુનના મૃત્યુની જાણકારી તેમની પત્ની અને ફિલ્મમેકર સિન્થિયા કુમને સોશિયલ મીડિયા પર આપી હતી.
Albert Pyun was a go getter. He really was. His movies were so raw and on the edge. He worked hard his entire life. I really enjoyed working with him on Knights. pic.twitter.com/sPiI5AyGff
— Lance Henriksen (@lancehenriksen) November 27, 2022
- Advertisement -
ડાયરેક્ટર આલ્બર્ટ પ્યુન નથી રહ્યા
જાપાની મૂળના ફિલ્મ ડિરેક્ટર આલ્બર્ટ પ્યુનના નિધનથી હોલીવુડ સિનેમા જગત સહિત એમના ફેન્સ પણ શોકમાં ડૂબી ગયું છે. આ સાથે સોશિયલ મીડિયા પર ઘણા લોકો આલ્બર્ટ પ્યુનના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. મળતા સમાચાર અનુસાર, આલ્બર્ટ પ્યુન ઘણા લાંબા સમયથી મલ્ટિપલ સ્ક્લેરોસિસ અને ડિમેન્શિયા નામની બીમારીથી પીડિત હતા અને ભૂતકાળમાં આલ્બર્ટ પ્યુનની પત્ની સિથિયાએ તેમના વિશે હેલ્થ અપડેટ આપ્યું હતું કે ડિરેક્ટરનું સ્વાસ્થ્ય ઘણું ખરાબ થઈ ગયું છે. એ બાદ હાલ આલ્બર્ટ પ્યુનના મૃત્યુને કારણે તેના પરિવાર અને સિથિયા પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જણાવી દઈએ કે આલ્બર્ટ પ્યુનને કેપ્ટન અમેરિકાના પહેલા ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવતા હતા. આલ્બર્ટ પ્યુન એ વ્યક્તિ હતા જેમને માર્વેલ કોમિક્સના દરેક પાત્રને પડદા પર ઉતાર્યા હતા.
RIP Albert Pyun. He was amazing. pic.twitter.com/qqCWoJjpBD
— Justin Decloux (@DeclouxJ) November 27, 2022
આ ફિલ્મો માટે આલ્બર્ટ પ્યુનને યાદ કરવામાં આવશે
‘કેપ્ટન અમેરિકા’ સિવાય આલ્બર્ટ પ્યુનએ ઘણી શાનદાર ફિલ્મો બનાવી. જણાવી દઈએ કે એક દિગ્દર્શક તરીકે આલ્બર્ટ પ્યુનએ 1982માં આવેલી ફિલ્મ ‘ધ સ્વોર્ડ એન્ડ ધ સોર્સર’ દ્વારા એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. જો કે આ પહેલા જાપાની અભિનેતા તોશિરો મિફ્યુને પણ 1975માં આવેલ જાપાની ફિલ્મ ડરજુ ઉજુલાના સેટ પર આલ્બર્ટ પ્યુનના ઘણા વખાણ કર્યા હતા. આલ્બર્ટ પ્યુને આ સિવાય ‘નેમેસિસ’ અને ‘સાયબોર્ગ’ જેવી ફિલ્મો પણ બનાવી છે.