હિંમતનગર સહિત સમગ્ર સાબરકાંઠા પંથકમાં કાતિલ શિયાળો ચાલી રહ્યો છે. ત્યારે હાડ થીજવતી ઠંડીમાં ખાસ કરીને ગરીબ, શ્રમજીવીઓ તથા જરૂરીયાતમંદ પરિવારો ભારે હાલાકીમાં મુકાઇ રહ્યા છે.
- Advertisement -
આ પરિસ્થિતિમાં આવો કોઈની મદદ કરીએ ( વિર પ્રતાપ ફાઉન્ડેશન ) ના સ્થાપક ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત અને એમની ટીમ દ્વારા મિલન કુમાર મહેતા ના જન્મદિન નિમિતે પુત્રો બંટીભાઇ મહેતા , રવિ ભાઈ મહેતા ના સહયોગ થી તાજેતરમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઈને જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરી કડકડતી ઠંડીમાં રક્ષણ આપવાનો આવકારદાયક પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વીરપ્રતાપ ફાઉન્ડેશન ના સ્થાપક ભૃગુવેદ્રસિંહ કુંપાવત દ્વારા જણાવવામાં આવ્યું કે ગ્રુપ ના પરિવાર ના કોઈ વ્યક્તિ નો જન્મદિન હોય ત્યારે મોંઘી કેક કે પાર્ટીઓ ના ખર્ચ બંધ કરી કોઈક ગરીબ જરૂરિયાતમંદ પરિવારો ની કરિયાણા, કપડાંની કે બાળકો ના અભ્યાસ અર્થે મદદ કરવામાં આવે છે.


