પાંચ વર્ષમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રી મતદારો વધ્યા
ત્રણેય બેઠકો પર કુલ 8.17 લાખ મતદારોમાંથી સ્ત્રી મતદારોનું પણ પ્રભુત્વ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભા ચૂંટણીમાં મોરબી માળિયા બેઠક માટે યોજાનાર મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજથી ચાર દિવસ બાદ મતદાન શરૂ થશે અને સાંજે 5:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. આ પ્રક્રિયામાં પુરુષ મતદારોની સાથે સ્ત્રી મતદારોનું પણ પ્રભુત્વ જોવા મળશે. મોરબી માળિયા બેઠક, વાંકાનેર કુવાડવા અને ટંકારા પડધરી બેઠક એમ ત્રણ બેઠકમાં મોરબી જીલ્લામાં 8,17,335 કુલ મતદારો નોંધાયા છે જેમાંથી 4,22,047 પુરુષ મતદારો જ્યારે 3,95,284 મહિલા મતદારો અને ચાર ટ્રાન્સ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. ટકાવારી મુજબ જોઈએ તો, ત્રણેય બેઠક મળી મોરબી જીલ્લામાં મહિલા મતદારોનું વર્ચસ્વ 48% ની આસપાસ જોવા મળ્યું છે જ્યારે બેઠક મુજબ જોઈએ તો મોરબી માળીયા વિધાનસભા બેઠકમાં 2,86,686 મતદાર સામે 1,48,695 પુરુષ મતદારો જ્યારે 1,37,988 મહિલા મતદારો છે જેની ટકાવારી જોઈએ તો 48.13% નોંધાઈ છે. ટંકારા પડધરી બેઠકની વાત કરીએ તો અહીં 48.63% સાથે મહિલા મતદારોની સંખ્યા 1,21,313 છે જ્યારે પુરુષ મતદારો 1,28,131 નોંધાયા છે. આ જ રીતે વાંકાનેર કુવાડવા બેઠકમાં કુલ મતદારો 2,81,205 છે જે પૈકી 1,45,221 પુરુષ મતદાર અને 48.35 ટકા સાથે 1,35,983 મહિલા મતદારો નોંધાયા છે. ઝુલતા પુલની દુર્ઘટના બાદ મોરબી માળીયા બેઠક વધુ સંવેદનશીલ બની ગઈ છે અને દેશ આખાનું ધ્યાન આ બેઠક પર છે ત્યારે મહિલાઓના મત પણ તેમાં ભાગ ભજવશે તેમાં શંકાને કોઈ
સ્થાન નથી.