કર્મચારીઓએ મતદાન કરવાના શપથ લીધા
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં દરેક નાગરિક પોતાનો મત આપીને લોકશાહીના અવસરને ખરા અર્થમાં સાર્થક બનાવે તે હેતુસર જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર રચિત રાજના વડપણ હેઠળ કાર્યરત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જૂનાગઢ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે હેતુસર મતદાન જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
- Advertisement -
ત્યારે જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના કામદારોએ લોકશાહીના મહાપર્વમાં અચૂક ભાગ લેવા તેમજ મતદાનના દિવસે પોતાનો મત આપવા જણાવ્યું હતું.જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ખાતે કામદારોને ચૂંટણીમાં મતાધિકારના ઉપયોગ માટે જાગૃત કર્યા અને મતદાન કરવા માટેના શપથ લેવડાવ્યા તથા ચૂંટણીના દિવસે મતદાન માટે દૂધ સંઘ તરફથી તેઓને સવેતન રજા મળે તે સુનિશ્ર્ચિત કર્યા હતા.