કોઈ પણ કપલ માટે લગ્ન બાદ હનીમૂન ખૂબ જ ખાસ હોય છે. એવામાં ઘણા લોકો છે જે હનીમૂન પર જતા રહેલા ખૂબ પ્લાનિંગ કરે છે. જ્યારે ઘણા લોકો એવા પણ છે જે કોઈ પ્લાનિંગ નથી કરતા અને બાદમાં તેમને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
લગ્ન બાદ હનીમૂનને લેઈને કપલ્સ ખૂબ જ ઉત્સાહિત રહે છે. દરેક કપલ માટે હનીમૂન તેમની લાઈફટાઈમ મેમોરી હોય છે. ખાસ કરીને જો તમારા અરેન્જ મેરેજ હોય તો હનીમૂન તમારા પાર્ટનરને સમજવા માટે સારો મોકો છો. હનીમૂનની એક્સાઈટમેન્ટ લોકોમાં લગ્ન પહેલા જ જોવા મળે છે અને મોટાભાગના લોકો લગ્ન પહેલા જ તેની પ્લાનિંગ શરૂ કરી દે છે.
- Advertisement -
ઘણા લોકો કરી બેસે છે ભૂલો
ઘણી વખત લોકો હનીમૂનની પ્લાનિંગ કરતી વખતે અમુક એવી ભલો કરી બેસે છે જેનાથી તેમની આખી ટ્રિપ ખરાબ થઈ જાય છે. જો તમે ઈચ્છો છે કે તમારૂ હનીમૂન ખરાબ ન થાય અને તમે પોતાના પાર્ટનરની સાથે મળીને સારી યાદો ક્રિએટ કરવા માંગો છો તો એ જરૂરી છે કે તમે એ ભૂલોને કરવાથી બચો જે મોટાભાગે હનીમૂન કપલ્સ જાણે અજાણે કરી બેસે છે.
હનીમૂન પ્લાન કરતી વખતે ના કરો આ ભૂલો
- Advertisement -
લગ્નના તરત બાદ હનીમૂન પર ન જાઓ
લગ્નના તરત બાદ હનીમૂનનું પ્લાન ન કરવું જોઈએ. તેના પાછળનું કારણ એ છે કે લગ્ન બાદ પણ થોડા દિવસો સુધી કોઈને કોઈ વિધિ થતી રહે છે જેમાં કપલને ઘણો થાક લાગે છે. માટે જ્યારે બધી વિધિ પુરી થાઈ જાય તેના એક બે દિવસ સુધી આરામ કર્યા બાદ જ હનીમૂન પર જાઓ. જો તમે લગ્નના તરત બાદ હનીમૂન પર જાવ છો તો તમે આખી ટ્રીપમાં થાકેલા રહેશો અને તમે એન્જોય નહીં કરી શકો.
સીઝન જોયા વગર બુકિંગ કરવું
હનીમૂન પ્લાન કરતી વખતે જરૂરી છે કે તમે કોઈ પણ જગ્યા પર જઈ રહ્યા હોય છો ત્યારનું વેધર ચેક કરી લો. ખાસ કરીને શિયાળામાં કપલ્સ પહાડી જગ્યાઓ પર જવા માટે ઉત્સુક હોય છે. આ વિસ્તારમાં જવામાં કોઈ મુશ્કેલી નથી પરંતુ પ્લેનિંગ કર્યા પહેલા તમે ત્યાંના તાપમાન અને હવામાનની જાણકારી જરૂર લો. પહાડી વિસ્તારોમાં ઘણી વખત વધારે બરફ પડે છે જેના કારણે રસ્તો બંધ હોય છે અને લોકો ઘણા દિવસો સુધી રસ્તામાં જ ફસાઈ રહે છે. આવી સ્થિતિથી બચવા માટે જતા પહેલા આવતા 4-5 દિવસનું હવામાન ચેક કરી લો.
હેલ્થ ગાઈડલાઈન્સને ફોલો ન કરવી
હનીમૂન માટે કપલ્સની વચ્ચે એવી જગ્યા પર જવાનો ખૂબ જ ક્રેઝ હોય છે જ્યાં ખૂબ બરફ હોય છે. ઘણી વખત બરફ માટે તે ખૂબ ઉંચાઈ વાળા સ્થળો પર પણ જતા રહે છે જ્યાં ઓક્સીઝન લેવલ ખૂબ ઓછું હોય છે. માટે આવી જગ્યાઓ પર જતા પહેલા હેલ્થ ચેકઅપ જરૂર કરાવી લો.
બજેટનું રાખો ધ્યાન
દરેક કપલ પોતાના હનીમૂનને બેસ્ટ બનાવવા માંગે છે પરંતુ તેના માટે પોતાની જુની સેવિંગ્સ ખર્ચ કરી દેવી સમજદાકી નથી. હનીમૂન પ્લાન કરતી વખતે મોટાભાગે લોકો બજેટ તૈયાક નથી કરતા જેનાથી તમે જરૂર કરતા વધારે પૈસા ખર્ચ કરી બેસો છો. હનીમૂન પર પણ લિમિટમાં ખર્ચ કરો અને પહેલાથી એક બજેટ સેટ કરો. સાથે જ હોટલ, ફરવા, શોપિંગ અને બાકીની એક્ટિવિટીઝ માટે ખર્ચ થતા પૈસાનું પણ લિસ્ટ બનાવી લો.
ઘણી બધી એક્ટિવિટીઝ પ્લાન ન કરો
દરેક વ્યક્તિ પોતાના હનીમૂનને લઈને ખૂબ જ એક્સાઈટેડ રહે છે. મોટાભાગે કપલ્સ સોશિયલ મીડિયા પર ફોટોઝ અને પોસ્ટ્સ લગાવવાના ચક્કરમાં વધારે એડવેન્ચર એક્ટિવિટીઝ કરે છે. આમ કરવાથી બચવું જોઈએ. પોતાના હનીમૂનની દરેક વસ્તુઓમાં બેલેન્સ રાખો અને દરેક પલને એન્જોય કરો.