૨૫ ડિસેમ્બરના રોજ વાળીનાથ અખાડાના સંત શ્રી પરમ પુજ્ય બળદેવ ગીરીબાપુ બ્રહ્મલીન થતાં સંત સમુદાય સહિત તેમના સેવકોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. શુક્રવારે રાત્રે પાટણ જીલ્લાના ચંદ્રુમાણા ખાતે રબારી સમાજ દ્વારા બ્રહ્મલીન પરમ પુજ્ય બળદેવગીરી બાપુની શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી હતી. જેમાં સમાજના સૌ અગ્રણીઓ અને યુવાનોએ પુજ્ય બાપુના સમાજ પ્રત્યે સામાજિક ઉત્થાનના કાર્યો ને બિરદાવી સાચા સમાજસેવક સંત તરીકે બિરદાવ્યા હતા. તદુપરાંત માત્ર રબારી સમાજ નહીં પરંતુ સમગ્ર હિન્દુ સમાજ માટે પુજ્ય બળદેવ ગીરીબાપુ એક આસ્થાના માર્ગદર્શક અને પથદર્શક રહ્યા છે. આ પ્રસંગે રબારી સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ ના ભાગરૂપે દત્ત મંડળની દત્ત ધૂન કરવામાં આવી હતી. આ પ્રસંગે રબારી સમાજના પૂર્વ સરપંચ લગધીરભાઈ દેસાઈ, સિકોતર માતાજીના ભુવાજી હાર્દિકભાઈ ,દત્ત મંડળના સેવકો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
જેઠી નિલેષ પાટણ


