સુરનિધિ મ્યુઝિકલ ગ્રુપ ઓફ રાજકોટના સંગીતના સથવારે સુંદર આયોજન કરવામાં આવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
વર્ષ 1972માં સ્થપાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લિમિટેડ 2022માં તેનું ગોલ્ડન જયુબિલી વર્ષ ઊજવી રહી છે. તાજેતરમાં યુનિવર્સીટી કર્મચારી કો -ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીની સ્થાપનાનું ગોલ્ડન જ્યુબીલી વર્ષની સંગીતમય ઉજવણીનું કરાઓકે મ્યુઝિક માટે વિખ્યાત “સુરનિધિ મ્યુઝિકલ ગ્રુપ ઓફ રાજકોટ” ના સંગીતના સથવારે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સુરનિધી મ્યુઝિકલ ગૃપ ઓફ રાજકોટના ફાઉન્ડર ડાયરેક્ટર અને કરાઓકે સિંગર અતુલભાઈ વી. જોષી, જગદીશભાઈ ભટ્ટ (એન્કર), સંજયભાઈ આર.પટેલ, જીગીસાબેન વી. રાવલ જેવા સુરીલા ગાયકોના સુમધુર સ્વરના સથવારે, સોસાયટીના પ્રમુખ પ્રો. જયદિપસિંહ ડોડીયાના અધ્યક્ષસ્થાને અને આર. કે. યુનિવર્સિટીના પ્રો. આનંદ એ. જોષી તથા માનવ અધિકારના ચીફ ઓફિસર પૃથ્વીસિંહ રાણાના અતિથિવિશેષ પદે યોજાયો હતો. યુનિવર્સિટી કર્મચારી સોસાયટીના રહેવાસી ભાઈઓ બહેનોએ આ સંગીતમય કાર્યક્રમ ઉત્સાહભેર માણ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટીના પ્રમુખ પ્રો. જયદીપસિંહ ડોડીયા, મંત્રી સાજી મેથ્યુ , સહમંત્રી અજયસિંહ પરમાર, સહમંત્રી રમેશભાઈ સભાયા સહિતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.