પ્રત્યેક નાગરિક કમળને મત આપે એ જરૂરી નથી, મતદાન કરવું ફરજ છે
ખાસ-ખબર સંવાદદાતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથથી સૌરાષ્ટ્રમાં પ્રચાર સભાની શરૂઆત કરી. સોમનાથ મહાદેવ અને જનતાના આશીર્વાદ મેળવી વિજયનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રમાં પહેલી પ્રચાર સભા સોમનાથમાં યોજી હતી. સૌપ્રથમ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કરીને સોમનાથ નજીક સદભાવના ગ્રાઉન્ડ એ પ્રધાનમંત્રી મોદીએ જનમેદનીને સંબોધિત કરી હતી. સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે પોતાની પહેલી પ્રચાર સભા સોમનાથ સોમનાથથી શરૂ કરીને તેઓએ સોમનાથ મહાદેવ તેમજ જનતા જનાર્દનના આશીર્વાદ મેળવીને ઉત્સાહ અનુભવી રહ્યો છું તેમ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે લોકશાહી માટે એક એક મત મહત્વનો છે દેશમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે લોકશાહી ટકાવવા માટે ખૂબ મહત્વનો છે. જરૂરી નથી કે બધા મત કમળને જ આપે પરંતુ મતદાન કરે તે અનિવાર્ય છે. ઘણા પોલિટિકલ એનાલિસિસ મીડિયા તમામ કહી રહ્યા છે કે ભાજપની સરકાર ગુજરાતમાં બની રહી છે ત્યારે પ્રધાનમંત્રી પોતે શા માટે પ્રચારમાં છે તેના જવાબમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે ભલે મને ખ્યાલ છે કે અમે જીતવાના છીએ પરંતુ આપના સુધી પહોંચવું આપના આશીર્વાદ લેવા અને પોતાના કામનું સર્વે જનતા સમક્ષ પ્રસ્તુત કરવું એ મારી ફરજ છે એટલા માટે હું ચૂંટણી પ્રચારમાં આવી રહ્યો છું. આઝાદીનો અમૃત મહોત્સવ જ્યારે દેશ ઉજવી રહ્યો છે ત્યારે આવતા 25 વર્ષ એ શતક લગાવીને ગતિમાન વિકાસ સાથે ઉજવવાના છે તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.



