ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ અને માણાવદર અને ગીર સોમનાથના કોડીનારમા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સભા ગજવી.કોડીનાર ભાજપના ઉમેદવારો ને વિજયી બનાવવા માણાવદર અને કોડીનારના મતદારોને અપીલ કરી હતી સીએમ ભુપેન્દ્ર પટેલે જાહેર સભા સંબોધતા કહ્યું કે નરેન્દ્ર ભાઈ મોદી એ વિકાસની રાજનીતી શરૂ કરી છે અને શિક્ષણ, પાણી, વીજળી, આરોગ્ય જેવી સુવિધાઓ સરકારે આપી છે.નરેન્દ્ર ભાઈ મોદીએ નર્મદાના નીર થકી રાજ્યના છેવાડા સુધી પાણી પોહાચાડયું છે અને તેમાં પણ ભારત અને દુનિયામાં ગુજરાત ને રોજગારી માટે પહેલી પસંદ બનાવ્યું છે જે જે કામોના ખાત મુહર્ત થયા છે તેના લોકાર્પણ પણ અમેજ કરવાના છીએ કોરોના કાળ લમાં ભાજપ નાગરિકો ની સાથે ઉભું રહ્યું હતું અને નીતિ આયોગના આંકલનમા ગુજરાત નંબર વન છે.